Aisa Cup 2022, IND vs PAK: એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.


સાંજે 7.30 કલાકથી દુબઈમાં મુકાબલો શરૂ થશે. આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર છે. ભારત ગત ટી-20 વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો લેવા ઉતરશે, પાકિસ્તાન ભારત સામે વધુ એક મેચ જીતવા માંગશે. મેચ પહેલા સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ વાયરલ થયા છે. લોકો વિવિધ મીમ્સ પોસ્ટ કરીને મજા લઈ રહ્યા છે.






ત્યારે સટ્ટા બજારમાં ભારત પર 47 પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન પર 2 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં જે ટીમની જીતવાની શક્યતા વધારે હોય તેનો ભાવ ઓછો હોય છે. સામાન્ય રીતે પહેલા મોબાઇલ પર  સટ્ટો બુક થતો હતો. જેમાં પોલીસ ટેકનીકલ સર્વેલન્સની મદદથી  લોકેશન ટ્રેક કરતા હોવાને કારણે હવે મોબાઇલ એપ્લીકેશન સૌથી સલામત રસ્તો બન્યો છે.










દેશ-વિદેશના અનેક બુકીઓ દુબઈ પહોંચી ગયા છે અને ત્યાંથી સટ્ટા કારોબાર ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 કરોડનો સટ્ટો લાગી ચુક્યો છે. જ્યારે આ આંકડો આંતરરાષ્ટ્રીય બજાર કેટલોય વધારે હોઇ શકે છે. હાર-જીત ઉપરાંત બેટ્સમેન, બોલિંગ, સદી, અડધી સદી, ટીમના સ્કોર અને ટોસ પર પણ સટ્ટો લાગી રહ્યો છે.






ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવે છે. ત્યારે સટ્ટા માર્કેટમાં પુરની સ્થિતિ સર્જાય છે. રમતના જુદા જુદા હિસ્સા ઉપર પણ સટ્ટો લાગે છે. જેમ કે શરૂઆતમાં 10 ઓવરમાં બંને ટીમો કેટલા રન બનાવશે. કેટલા ઓવરમાં કેટલા સ્કોરે કેટલી વિકેટ પડશે તેના ઉપર પણ સટ્ટો હોય છે. કયા બેટ્‌સમેન ક્યા સુધી 50 અથવા સદી કરી લેશે. કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે તેના ઉપર સટ્ટો લગાવવામાં આવે છે. ભારતમાં સટ્ટો ગેરકાયદે છે. પરંતુ ભારતીય લોકો વિદેશની વેબસાઇટ ઉપર પોતાના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અથવા ઇ-વોલેટ મારફતે સટ્ટો રમે છે. તો વળી નાના પાયે એપ્લિકેશન અને ઓનલાઇન મારફતે સટ્ટો રમતો હોય છે . પોલીસ દ્વારા સટ્ટા બજાર પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.






ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ