India vs Pakistan: એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે. આ મેચ પહેલા એબી ડી વિલિયર્સે વિરાટ કોહલી માટે એક નિવેદન આપ્યું છે.


ભારતીય ટીમે એશિયા કપ 2023 માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે. દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે કોહલી પર પ્રતિક્રિયા આપી છે. તેનું માનવું છે કે કોહલીએ ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ. તે આ પદ માટે પરફેક્ટ છે. આ સાથે તેઓ મિડલ ઓર્ડરને પણ સપોર્ટ કરી શકશે.


ઈન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર ડી વિલિયર્સે કોહલીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “મને લાગે છે કે તે નંબર 4 માટે પરફેક્ટ છે. તેઓ કોઈપણ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. મને ખબર નથી કે તે આ નંબર પર રમવા માંગશે કે નહીં. પરંતુ ટીમ માટે  જવાબદારી નિભાવી મહત્વપૂર્ણ વાત હોઇ શકે છે. તમને જે પણ જવાબદારી મળે તેને સારી રીતે નિભાવવી જોઇએ.


ભારત-પાકિસ્તાન મેચનો ઉલ્લેખ કરતા ડી વિલિયર્સે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન આ વખતે એશિયા કપ જીતવાના પ્રબળ દાવેદાર છે. જો કે શ્રીલંકામાં પણ મોટી ટીમોને માત આપવાની  ક્ષમતા ધરાવે  છે.


નોંધપાત્ર વાત એ છે કે, કોહલીએ નંબર 3 પર બેટિંગ કરતા ODI ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમી છે. કોહલીએ આ બેટિંગ પોઝીશન પર 210 મેચ રમી છે. આ દરમિયાન 10777 રન બનાવ્યા છે. કોહલીએ આ ફોર્મેટમાં 39 સદી અને 55 અડધી સદી ફટકારી છે. ચોથા નંબર પર બેટિંગ કરતા તેણે 39 મેચ રમી છે. આ દરમિયાન 1767 રન બનાવ્યા છે. કોહલીએ આ બેટિંગ પોઝિશન પર 7 સદી અને 8 અડધી સદી ફટકારી છે.


એશિયા કપ માટેની ભારતની ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રખ્યાત કૃષ્ણાનો સમાવેશ થાયછે.