SL Vs BAN Free Live Streaming: એશિયા કપ 2023 ની બીજી મેચ આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ શ્રીલંકાના પલ્લેકલેમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનના મુલતાનમાં રમાઈ હતી. બીજી મેચમાં બંને ટીમો તેમના કેટલાક મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં બંને વચ્ચેની આ મેચ વધુ રસપ્રદ બની જશે.
દુષ્મંતા ચમીરા, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા અને વાનિન્દુ હસરંગા જેવા મુખ્ય ખેલાડીઓ શ્રીલંકા તરફથી નહીં રમે. જ્યારે બાંગ્લાદેશ તરફથી ફાસ્ટ બોલર ઇબાદત હુસૈન બહાર થઇ ગયો છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ 31 ઓગસ્ટ, ગુરુવારે ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે સિવાય ડિઝની પ્લસ હોટસ્ટાર પર મફતમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
શ્રીલંકા 6 વખત ચેમ્પિયન રહી છે
એશિયા કપના ઈતિહાસની વાત કરીએ તો શ્રીલંકાની ટીમે 6 વખત એશિયા કપની ટ્રોફી જીતી છે. બાંગ્લાદેશ પ્રથમ વખત આ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પલ્લેકલે સ્ટેડિયમની વાત કરીએ તો અહીંની પીચ બેટ્સમેન અને બોલરો બંનેને મદદ કરે છે. ઝડપી બોલરોને નવા બોલથી સ્વિંગ અને બાઉન્સ મળે છે. આવી સ્થિતિમાં ઓપનરોએ અહીં થોડી સાવધાનીથી રમવું પડશે. જેમ જેમ બોલ જૂનો થતો જાય છે તેમ તેમ બેટ્સમેનો માટે રન બનાવવાનું સરળ બને છે.
શ્રીલંકાની ટીમ
કુસલ મેન્ડિસ (વિકેટકીપર), દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, સદિરા સમરવિક્રમા, ચરિથ અસાલંકા, ધનંજય ડી સિલ્વા, દુશાન હેમંથા, મહેશ તિક્ષ્ણા, મથિશા પથિરાના, કસુન રજિતા, કુસલ પરેરા, પ્રમોદ મદુશન, દુનિથ વેલાગે, બિનુરા ફર્નાન્ડો.
બાંગ્લાદેશની ટીમ
શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તંજીદ હસન, મોહમ્મદ નઈમ, નઝમુલ હુસૈન શેન્ટો, તૌહીદ હૃદોય, મેહદી હસન મિરાજ, મેહદી હસન, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહમાન, શોરીફુલ ઈસ્લામ, અફીફ હુસૈન, અનામુલ હસન , નસુમ અહેમદ, શમીમ હુસૈન, તનઝીમ હસન સાકિબ.