Asia Cup Final IND vs SL Playing 11: આજે એશિયન ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટની ફાઇનલ મેચ રમાવવાની છે, આજે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ રમાશે, ફાઇનલમાં આજે ભારત અને શ્રીલંકાની આમને સામને ટક્કર થશે. એશિયા કપની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે. આ ટાઇટલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. જોકે એશિયા કપ ફાઈનલ માટે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમની પ્લેઈંગ 11 કેવી હશે? ખરેખરમાં, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ બાંગ્લાદેશ સામેની મેચમાં પ્લેઇંગ 11માં સામેલ ન હતા, પરંતુ અંતિમ મેચ માટે આ ખેલાડીઓની વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ખાસ વાત છે કે, આ સાથે રોહિત શર્મા આજે એક મોટો દાંવ રમી શકે છે. 


આ ખેલાડીઓથી ભરેલી હશે પ્લેઇંગ ઇલેવન - 
એશિયા કપ ફાઈનલ માટે આજે રોહિત શર્મા મોટો દાંવ રમી શકે છે, પ્લેઈંગ 11માં ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ ડાબોડી ઓલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. ખરેખર, અક્ષર પટેલ સંપૂર્ણપણે ફિટ નથી. આ કારણોસર ભારતીય ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલના સ્થાને વૉશિંગ્ટન સુંદરને બોલાવ્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજની વાપસી બાદ બાંગ્લાદેશ સામે ન રમનાર સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ ક્રિષ્ણાને બહાર બેસવું પડી શકે છે.


ભારતની પ્લેઇંગ ઇલેવન-11 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.


શ્રીલંકાની પ્લેઇંગ -11
પથુમ નિશંકા, કુશલ પરેરા, કુશલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલ્લાલેગે, સહન અરાચિગે, પ્રમોદ મદુશાન અને મથિશા પાથિરાના.


કોલંબોમાં આમને સામને હશે બન્ને ટીમો - 
એશિયા કપની ટાઈટલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે. બંને ટીમો કોલંબોની છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. જોકે માનવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ શકે છે.