Team India Playing 11 against Sri Lanka: આજે ભારતીય ટીમ બેક ટૂ બેક મેદાનમાં ઉતરી છે. ગઇકાલે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે ભારતની ટક્કર શ્રીલંકન ટીમ સામે થઇ રહી છે. ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે ત્રણ સ્પિનરો સાથે રમવાનો નિર્ણય કર્યો છે. અક્ષર પટેલને એશિયા કપમાં રમવાની તક મળી છે. ટીમ ઈન્ડિયામાં એક સાથે 4 ગુજરાતી ક્રિકેટર રમી રહ્યા છે.
આ ચાર ગુજરાતી રમી રહ્યા છે ટીમ ઈન્ડિયામાં
હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ
ભારતની પ્લેઇંગ-11માં એક ફેરફાર
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં આજે એક ફેરફાર કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરના સ્થાને અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં મોકો મળ્યો છે.
ભારતની પ્લેઈંગ 11: - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ.
આજે હવામાન કેવું રહેશે ?
કોલંબોમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદે રમતને ઘણી બગાડી હતી. આ મેચ રિઝર્વ ડે સુધી ખેંચાઈ અને પરિણામ 2 દિવસમાં આવી ગયું. ભારત અને શ્રીલંકા મેચમાં કોઈ રિઝર્વ ડે નથી. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય છે, તો બંને ટીમોએ 1-1 પોઇન્ટ વહેંચવો પડશે. Accuweather ના હવામાન અહેવાલ વિશે વાત કરીએ તો, 2 થી 4 વાગ્યા સુધી વરસાદની શક્યતા ઓછી છે. સાંજે 4 થી 7 વાગ્યા સુધી વરસાદની સંભાવના 50 ટકા સુધી છે. સાથે જ રાત્રે 10 વાગ્યાથી સતત વરસાદની આગાહી કરવામાં આવી છે.
કિસ્તાન સામે ભારતની શાનદાર જીત -
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી એશિયા કપ-2023ના સુપર-4 રાઉન્ડની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી ખરાબ રીતે હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની વનડેમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. રિઝર્વ ડે સુધી ચાલેલી આ મેચમાં ભારતે વિરાટ કોહલી (અણનમ 122) અને કેએલ રાહુલ (111 અણનમ)ની સદીના આધારે 2 વિકેટ ગુમાવીને 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી બાબર આઝમની કેપ્ટન્સીવાળી ટીમ 32 ઓવરમાં માત્ર 128 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.