Babar Azam Angry On Fan: એશિયા કપના સુપર-4માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 228 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત બાદ ભારતીય ફેન્સ ખૂબ જ ખુશ દેખાતા હતા, પરંતુ કદાચ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ હાર સહન કરી શક્યો નહીં. પાકિસ્તાનની આ હાર બાદ કેપ્ટન બાબર આઝમ ફેન્સ પર ગુસ્સો ઠાલવ્યો હતો. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.


સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ફેન્સ પર ગુસ્સે ભરાયેલો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાબર મેદાનની બહાર જઈ રહ્યો છે, આ દરમિયાન એક ફેન્સ બાબર આઝમની પાછળ પાછળ મેદાનમાં આવી રહ્યો છે, અને બાબર સાથે બે-ત્રણવાર સેલ્ફી લેવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આ બાબર આઝમ અચાનક તેની સામે જોઇને ગુસ્સે થઇ જાય છે અને ઇશારો કરીને મેદાનની બહાર કાઢી મુકે છે. 


બાબર આઝમનો ગુસ્સો જોઈને ફેન ચુપચાપ સેલ્ફી લીધા વગર જ પાછો ફર્યો. પાકિસ્તાની કેપ્ટનનો આ ગુસ્સો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાબર ગુસ્સે થયેલા ફેન્સને કેટલાક ઈશારા કરે છે.






બેટિંગમાં નિષ્ફળ રહ્યો બાબર આઝમ - 
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને નંબર વન વનડે બેટ્સમેન બાબર આઝમ ભારત સામેની મેચમાં પુરેપુરી રીતે નિષ્ફળ રહ્યો હતો. તે 24 બૉલમાં 2 ચોગ્ગાની મદદથી માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બાબરનો શિકાર બનાવ્યો હતો. હાર્દિકે બૉલિંગ કરીને બાબરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.


પાકિસ્તાન સામે ભારતે નોંધાવી સૌથી મોટી જીત - 
ભારતીય ટીમે વનડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. ટીમ માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ સદી, રોહિત શર્મા અને શુભમન ગીલે અડધી સદી રમી હતી. આના જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 228 રને જીત મેળવી, જે વનડેમાં પાકિસ્તાન સામેની સૌથી મોટી જીત છે.