IND Vs PAK Live Score: પાકિસ્તાને ગુમાવી સાતમી વિકેટ, કુલદીપ યાદવને મળી ચોથી સફળતા

Asia Cup 2023, IND Vs PAK Live Updates: આજે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે, ગઇકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદી વિઘ્ન આવ્યુ અને મેચ આજે રિઝર્વ ડે પર પહોંચી હતી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Sep 2023 10:50 PM
પાકિસ્તાનને સાતમો ફટકો

પાકિસ્તાનની ટીમનો સ્કોર 30 ઓવર બાદ 7 વિકેટના નુકસાન પર 119 રન છે. ઈફ્તિખાર અહમદ 23 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. કુલદીપને ચોથી સફળતા મળી હતી.

પાકિસ્તાનને સાતમો ફટકો

પાકિસ્તાનની ટીમનો સ્કોર 30 ઓવર બાદ 7 વિકેટના નુકસાન પર 119 રન છે. ઈફ્તિખાર અહમદ 23 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. કુલદીપને ચોથી સફળતા મળી હતી.

કુલદીપ યાદવને મળી ત્રીજી સફળતા

ભારતે મેચ જીતવા આપેલા 357 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમનો સ્કોર 28 ઓવર બાદ 6 વિકેટના નુકસાન પર 111 રન છે. ઈફ્તિખાર અહમદ 16 રને અને અશરફ 1 રને રમતાં છે. કુલદીપ યાદવને ત્રીજી સફળતા મળી હતી.

કુલદીપ યાદવને મળી ત્રીજી સફળતા

ભારતે મેચ જીતવા આપેલા 357 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમનો સ્કોર 28 ઓવર બાદ 6 વિકેટના નુકસાન પર 111 રન છે. ઈફ્તિખાર અહમદ 16 રને અને અશરફ 1 રને રમતાં છે. કુલદીપ યાદવને ત્રીજી સફળતા મળી હતી.

પાકિસ્તાને ગુમાવી ચોથી વિકેટ

ભારતે મેચ જીતવા આપેલા 357 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 79 રન છે. કુલદીપ યાદવે ફખર જમાનને 27 રને બોલ્ડ કર્યો હતો. સલમાન 13 અને ઈફ્તિખાર અહમદ 1 રને રમતમાં છે.

પાકિસ્તાને ગુમાવી ત્રીજી વિકેટ

વરસાદના વિધ્ન બાદ મેચ ફરી શરૂ થઈ છે. પાકિસ્તાને ત્રીજી વિકેટ ગુમાવી છે. મોહમ્મદ રિઝવાન 2 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. 11 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 47 રન છે.

વરસાદ ફરી બન્યો વિલન

11 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 44 રન છે. અને ફખર ઝમાન 14 રને અને મોહમ્મદ રિઝવાન 1 રને રમતમાં છે.બાબર આઝમ 10 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો.  પાકિસ્તાનને મેચ જીતવા 319 રનની જરૂર છે. હાલ વરસાદના કારણે મેચ ફરી અટકી છે.

બુમરાહે અપાવી સફળતા

9 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 38 રન છે. બાબર આઝમ 5 અને ફખર ઝમાન 14 રને રમતમાં છે. બુમરાહે ઈમામ ઉલ હકને 9 રન પર આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. પાકિસ્તાનને મેચ જીતવા 319 રનની જરૂર છે.

ભારતની બેટિંગથી ફેંસ ખુશ

ભારતે શાનદાર બેટિંગ કરતાં ફેંસ પણ ખુશ થઈ ગયા હતા અને મેચ ભારત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.





પાકિસ્તાનની બેટિંગ શરૂ

ભારતીય ટીમ તરફથી મળેલા 357 રનોના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા માટે પાકિસ્તાની ટીમ મેદાનમાં ઉતરી છે. અત્યારે પાકિસ્તાન તરફથી ઓપનિંગ જોડી ક્રિઝ પર છે, પ્રથમ ઓવરના અંતે પાકિસ્તાની ટીમ વિના વિકેટે 5 રન બનાવી શકી છે. બન્ને ઓપનરો પ્રથમ ઓવરમાં પોતાનું ખાતુ નથી ખોલાવ્યુ.

વિરાટ-રાહુલની શાનદાર સદીઓ

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે કોલંબોમાં રમાયેલી વનડે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી, આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા (56 રન) અને શુભમન ગીલ (58 રન)ની ઉપયોગી અર્ધશતકીય ઇનિંગ બાદ વિરાટ અને રાહુલે મોરચો સંભાળ્યો હતો. વિરાટે આ મેચમાં 94 બૉલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 122 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલે 106 બૉલનો સામનો કરીને 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 111 રન બનાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાની ટીમને એશિયા કપની સુપર 4 મેચમાં જીત માટે 357 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો.

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ 

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 47મી સદી ફટકારી હતી. આ સાથે વિરાટ કોહલીએ 13000 રન પણ પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ વનડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 13000 રન પૂરા કર્યા છે.

ભારતે પાકિસ્તાનને જીતવા આપ્યો 357નો ટાર્ગેટ

ભારતીય ટીમે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ છે, પાકિસ્તાન વિરુદ્ધ ભારતે તાબડતોડ બેટિગ કરતાં એશિયા કપની સુપર 4 મેચમાં પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. ભારતે રેગ્યૂલર 50 ઓવર રમીને 2 વિકેટોના નુકસાને 357 રન બનાવ્યા હતા, જેમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની સદીઓ સામેલ હતી, આ ઉપરાંત રોહિત અને ગીલની ઉપયોગી અર્ધશતકીય ઇનિંગ પણ સામેલ રહી હતી.

કિંગ કોહલીની પાકિસ્તાન વિરુદ્ધ સદી

ક્રિકેટમાં રન મશીન ગણાતા વિરાટ કોહલીએ ફરી એકવાર પાકિસ્તાન વિરુદ્ધ દમદાર બેટિંગ કરતી છે, કોહલીએ શાનદાર બેટિંગ કરતાં સદી પુરી કરી લીધી છે. કોલંબોના મેદાન પર કિંગ કોહલીએ 84 બૉલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 102 રન બનાવ્યા છે. આ સાથે જ કોહલીએ પોતાની વનડે કેરિયરની 47મી સદી પુરી કરી છે. ખાસ વાત છે કે, કોહલીની આ ક્રિકેટમાં કન્ટીન્યૂ ચોથી સદી છે. 34 વર્ષીય વિરાટ કોહલી ફરી એકવાર પોતાની લયમાં દેખાઇ રહ્યો છે. 

કેએલ રાહુલની સદી

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે પાકિસ્તાન સામે પોતાની સદી પુરી કરી લીધી છે. લાંબા સમય બાદ ઇજામાંથી પરત ફરીને મેદાનમાં ઉતરેલા કેએલ રાહુલે બેટિંગમાં દમ બતાવ્યો છે. ચોથા નંબર પર બેટિંગમાં આવેલા કેએલ રાહુલે 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100 બૉલમાં 100 રન બનાવ્યા હતા. કેએલ રાહુલની વનડેમાં આ છઠ્ઠી સદી છે.

ભારતનો સ્કૉર 300 રનને પાર

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 300 રનને પાર થઇ ગયો છે. 45 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 2 વિકેટના નુકસાને 300 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેએલ રાહુલ 95 રન અને વિરાટ કોહલી 83 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતનો સ્કૉર 250 રનને પાર

ભારતીયી ટીમનો સ્કૉર 250 રનને પાર થઇ ગયો છે. 41 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 2 વિકેટના નુકસાને 255 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેએલ રાહુલ 74 રન અને વિરાટ કોહલી 59 રન બનાવીને રમી રહ્યો છે. 

વિરાટ કોહલીની ફિફ્ટી 

કેએલ રાહુલ બાદ પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ પણ તાબડતોડ ફિફ્ટી ફટકારી છે. વિરાટ કોહલીએ 55 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેને અત્યાર સુધી પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા છે.

રાહુલ અને વિરાટની શતકીય ભાગીદારી 

કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે શતકીય ભાગીદારી થઈ છે. રાહુલ આક્રમક બેટિંગ કરી રહ્યો છે, તો વળી બીજા છેડે વિરાટ રમી રહ્યો છે. રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે અને વિરાટ પણ તેની અડધી સદીની નજીક છે. આ બંને સાથે મળીને ઝડપથી રન બનાવી રહ્યા છે. 36 ઓવર પછી ભારતનો સ્કૉર બે વિકેટે 228 રન છે.

કેએલ રાહુલની શાનદાર ફિફ્ટી 

લોકેશ રાહુલે 60 બૉલમાં પોતાની તાબડતોડ અડધી સદી પૂરી કરી છે. અત્યાર સુધીમાં તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે. તેને વિરાટ સાથે ત્રીજી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી છે. 34 ઓવર પછી ભારતનો સ્કૉર બે વિકેટે 211 રન છે.

ભારતનો સ્કૉર 200 રનને પાર 

ભારતનો સ્કૉર બે વિકેટના નુકસાન પર 200 રનને પાર થઇ ગયો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર પાર્ટનરશીપ કરીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. હવે આ બંને ઝડપી રન બનાવીને ભારતને વિશાળ સ્કૉર સુધી લઈ જવા ઈચ્છશે.

કેએલ રાહુલ અને વિરાટ ક્રિઝ પર

વિરાટ કોહલીએ દિવસની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી છે. નસીમના બૉલ પર વિરાટે ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કૉર 28 ઓવર બાદ બે વિકેટના નુકસાન પર 163 રન છે. વિરાટ 19 અને રાહુલ 22 રન પર બેટિંગ કરી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન મેચ શરૂ
આજે રિઝર્વ ડેના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ફરી શરૂ થઈ ગઈ છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલીની જોડી મેદાનમાં છે. શાદાબ બૉલિંગ કરી રહ્યો છે. ભારતે 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા છે.
કોલંબોમાં ફરી શરૂ થયો વરસાદ 

ભારત-પાકિસ્તાન મેચમાં ફરી એકવાર વરસાદી વિઘ્ન નડ્યો છે, રિઝર્વ ડેના દિવસે સવારથી જ અહીં કોલંબોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હમણાં જ 15 મિનિટ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. મેદાન ફરી એકવાર કવરથી ઢંકાઈ ગયું છે. મેચ ક્યારે શરૂ થશે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન 

ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.

ગઇકાલે કેવી રહી ભારતની ઇનિંગ

સુપર ફોરની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ભારતે રવિવારે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા જ્યાં સુધી મેચ રોકાઈ હતી. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલનો સામનો કરીને 56 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગીલે 58 રન બનાવ્યા હતા. ગિલે 52 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલી અને કેએલ રાહુલ અણનમ રહ્યા હતા. રાહુલે 28 બોલમાં 17 રન બનાવ્યા છે. કોહલીએ 16 બોલમાં 8 રન બનાવ્યા છે. હવે સ્પર્ધા અહીંથી શરૂ થવાની છે.

રાત્રે 11 વાગ્યા સુધી પડી શકે છે વરસાદ

સોમવારની શરૂઆત કોલંબોમાં વરસાદ સાથે થઈ હતી. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ વરસાદના વીડિયો અને ફોટો શેર કર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યા સુધી વરસાદની શક્યતા રહેશે. પરંતુ આ પછી 1 વાગ્યા સુધી વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. જો કે, આ પછીનો સમય ચાહકોને નિરાશ કરી શકે છે. હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર રાત્રે 11 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના રહેશે.

ભારત -પાકિસ્તાન સુપર 4 મેચ મેચ

એશિયા કપ 2023ની સુપર ફોર મેચ સોમવારે રિઝર્વ ડે પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારે વરસાદને કારણે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી વરસાદ શરૂ થયો અને મેચ રમાઈ શકી નહીં. આ મેચ કોલંબોમાં રમાઈ રહી છે અને આજે પણ અહીં વરસાદની સંભાવના છે.

કોલંબોમાં વરસાદ શરૂ 

મેચ શરૂ થવાની 90 મિનિટ પહેલા ભારે વરસાદ થયો હતો. મેદાન સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યું છે. હાલમાં કોલંબોમાં વરસાદ પડી રહ્યો છે. અચાનક વરસાદના કારણે મેચ સમયસર શરૂ થવાની શક્યતા ઘટી ગઈ છે.

સમય પર શરૂ થશે મેચ 

કોલંબોથી ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હાલમાં આકાશ એકદમ સ્વચ્છ છે. મેચ 3 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચ શરૂ થશે, ત્યારે ભારત 24.1 ઓવરથી આગળ વધવાનું શરૂ કરશે. અમ્પાયરો મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. જો કે સાંજે વરસાદ પડી શકે છે.

હવામાનને લઇને કોલંબોથી ગુડ ન્યૂઝ 

કોલંબોથી હવામાનને લઈને સારા સમાચાર છે. અત્યારે વરસાદ નથી, પરંતુ આકાશ વાદળછાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા પછી મેચ દરમિયાન વરસાદની સંભાવના છે.

બ્રેકગ્રાઉન્ડ

Asia Cup 2023, IND Vs PAK Live Updates: આજે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે, ગઇકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદી વિઘ્ન આવ્યુ અને મેચ આજે રિઝર્વ ડે પર પહોંચી હતી. આજે સુપર 4 રાઉન્ડમાં કોલંબોમાં બન્ને ટીમો આમને સામને ટકરાશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.