Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મેચ પર વરસાદનું સંકટ, જાણો કેવું રહેશે હવામાન ?

Asia Cup 2023: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી

Continues below advertisement

Asia Cup 2023: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી. જેના કારણે ક્રિકેટના ચાહકો મેચનો આનંદ લઇ શક્યા નહોતા. ભારત અને પાકિસ્તાન સુપર-4 રાઉન્ડમાં ફરી એકવાર સામ સામે ટકરાશે. આ મેચ કોલંબોમાં રમાશે પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મેચમાં પણ વરસાદ વરસી શકે છે.

Continues below advertisement

એશિયા કપ 2023ના સુપર 4ની ચારેય ટીમો ફાઈનલ થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશ અને પછી શ્રીલંકાએ આખરે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સુપર 4ની પ્રથમ મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. પાકિસ્તાન આ મેચની યજમાની કરશે. ત્યારબાદની સુપર 4 મેચો શ્રીલંકાના કોલંબોમાં રમાશે. આ મેચમાં સૌથી મહત્વની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે જે ફરી એકવાર વરસાદને કારણે રદ થવાની આશા છે.

કેવું રહેશે હવામાન?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બર, રવિવારના રોજ સુપર 4 મેચ રમાવાની છે. આ મેચને લઈને ચાહકોમાં ઘણી ઉત્સુકતા છે કારણ કે પ્રથમ મેચ રદ કરાઇ હતી.  કોલંબોના હવામાનને કારણે ચાહકો ડરી ગયા છે. આ મેચ દરમિયાન વરસાદની 70 ટકા શક્યતા છે. સાંજે વરસાદની સંભાવના 5 ટકા ઘટે તેવી શક્યતા છે.

 ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-એમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ ગ્રુપ-બીમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચ્યા છે. સાથે જ એશિયા કપ 2023માં નેપાળ અને અફઘાનિસ્તાનની સફરનો અંત આવી ગયો છે. એશિયા કપમાં 6 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડ રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે યોજાવાની છે. ભારત અને પાકિસ્તાનના 3-3 પોઈન્ટ છે. આ સાથે જ નેપાળની ટીમ આ ગ્રુપમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો ગ્રુપ-બીમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચી હતી. અફઘાનિસ્તાન આ ગ્રુપમાંથી સુપર-4 રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું.

પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની લડાયક ફિફ્ટીના આધારે 266 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી પરંતુ પાકિસ્તાન બેટિંગ કરે તે પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો અને પછી મેચ ફરી શરૂ થઈ શકી નહીં.

Continues below advertisement
Sponsored Links by Taboola