Asia Cup 2023: બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું, મુસ્તાફિઝુર રહેમાનની 3 વિકેટ

India vs Bangladesh Score Live, Asia Cup 2023: કોલંબોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 15 Sep 2023 11:12 PM
ફાઈનલ પહેલા બાંગ્લાદેશનો અપસેટ, ભારતને 6 રનથી હરાવ્યું

બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું છે. 266 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 49.5 ઓવરમાં 259 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે ટીમ ઈન્ડિયા પહેલા જ ફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. તેથી આ હારની ફાઈનલ પર કોઈ અસર નહીં થાય. પરંતુ બાંગ્લાદેશે જીત સાથે એશિયા કપમાં તેની સફર સમાપ્ત કરી દીધી છે. આ હાર ભારતને ઘણું નુકસાન પહોંચાડશે.

શુભમન ગિલ 121 રનની ઇનિંગ રમીને આઉટ થયો

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમને 209ના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં 7મો ઝટકો લાગ્યો હતો. ગિલ આ મેચમાં 121 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતને જીતવા માટે હજુ 38 બોલમાં વધુ 57 રન બનાવવાના છે.

શુભમન ગિલે સદી ફટકારી

બાંગ્લાદેશ સામેની મેચમાં શુભમન ગિલના બેટમાંથી શાનદાર સદીની ઇનિંગ જોવા મળી હતી. 39 ઓવરના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા. ગિલ 109 અને અક્ષર પટેલ 2 રને રમી રહ્યા છે.

સૂર્યકુમાર યાદવ 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો

ભારતને 139ના સ્કોર પર પાંચમો ફટકો સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો જે શાકિબ અલ હસનના બોલ પર 26 રન બનાવીને આઉટ થયો હતો. હવે ભારતે જીતવા માટે વધુ 127 રન બનાવવાના છે.

શુભમન ગિલે પોતાની અડધી સદી પૂરી કરી

શુભમન ગિલે બાંગ્લાદેશ સામેની મેચમાં 61 બોલમાં સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી છે. 20 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 89 રન છે. જીતવા માટે હજુ 177 રનની જરૂર છે.

ભારતનો સ્કોર 16 ઓવર પછી 73 રન

16 ઓવરના અંતે ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 73 રન બનાવી લીધા છે. ગિલ 42 રન અને કેએલ રાહુલ 18 રન સાથે રમી રહ્યા છે. અત્યાર સુધી બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી થઈ છે.

ભારતે 8 ઓવરમાં 38 રન બનાવ્યા

8 ઓવરની રમત પૂરી થયા બાદ ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 38 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 16 રન અને કેએલ રાહુલ 10 રન સાથે રમી રહ્યા છે. ભારતને જીતવા માટે હજુ 228 રન બનાવવાના છે.

ભારતની ખરાબ શરૂઆત

266 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈનિંગના બીજા બોલ પર કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. હસને રોહિતની વિકેટ લીધી હતી. ત્યાર બાદ તિલક વર્મા પણ 5 રન બનાવી આઉટ થયો છે.

ભારતને 266 રનનો ટાર્ગેટ મળ્યો

બાંગ્લાદેશની ઇનિંગ્સ પુરી થઈ છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા છે. ભારત સામે જીતવા માટે 266 રનનો પડકાર છે. શાકિબ અલ હસને સૌથી વધુ 80 રનની ઇનિંગ રમી હતી. શાર્દુલે ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. 40 મિનિટના વિરામ બાદ ભારતીય ઓપનર મેદાનમાં ઉતરશે.

શમીએ તૌહીદ હૃદયને પેવેલિયન મોકલ્યો

બાંગ્લાદેશની ટીમને 193ના સ્કોર પર 7મો ફટકો તૌહીદ હૃદયના રૂપમાં લાગ્યો હતો જે મોહમ્મદ શમીના બોલ પર 54 રન બનાવીને આઉટ થયો હતો. હવે મેહદી હસન નસુમ અહેમદને સપોર્ટ કરવા મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો છે.

બાંગ્લાદેશને 161ના સ્કોર પર છઠ્ઠો ઝટકો લાગ્યો

બાંગ્લાદેશની ટીમે 161ના સ્કોર પર તેની છઠ્ઠી વિકેટ ગુમાવી છે. રવિન્દ્ર જાડેજાએ શમીમ હુસૈનને 1ના અંગત સ્કોર પર LBW આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ વિકેટ સાથે જાડેજાએ વનડેમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી છે.

શાકિબે પોતાની અડધી સદી પૂરી કરી

ભારત સામેની મેચમાં બાંગ્લાદેશ ટીમના સુકાનીએ એક છેડેથી ઇનિંગ્સને સંભાળી હતી અને પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. બાંગ્લાદેશે 26 ઓવર પછી 4 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. શાકિબ 60 અને હૃદય 25 રન સાથે રમી રહ્યા છે.

બાંગ્લાદેશે 15 ઓવર પછી 62 રન બનાવ્યા

15 ઓવરની રમત પૂરી થયા બાદ બાંગ્લાદેશની ટીમે ભારત સામેની મેચમાં 4 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. શાકિબ અલ હસન 22 રન અને તૌહીદ 1 રન સાથે રમી રહ્યા છે.

બાંગ્લાદેશની ટીમ મુશ્કેલીમાં

બાંગ્લાદેશ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશે માત્ર 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. 10 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 44 રન છે.

બાંગ્લાદેશની ત્રીજી વિકેટ પડી

બાંગ્લાદેશની ત્રીજી વિકેટ પડી છે. શાર્દુલે હકને આઉટ કર્યો છે. બાંગ્લાદેશની ત્રીજી વિકેટ 28ના સ્કોર પર પડી હતી. 

બાંગ્લાદેશની બે વિકેટ પડી

બાંગ્લાદેશની બે વિકેટ માત્ર ચાર ઓવરમાં જ પડી ગઈ હતી. શમીએ લિટન દાસને આઉટ કર્યો. શાર્દુલ હસનની વિકેટ લેવામાં સફળ રહ્યો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા છે. બાંગ્લાદેશનો સ્કોર ચાર ઓવર પછી બે વિકેટના નુકસાને 20 રન છે.

તિલક વર્માનું વનડેમાં ડેબ્યૂ

તિલક વર્માને ડેબ્યૂ કેપ આપવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્માએ તેને કેપ આપી હતી. તિલક વર્માએ ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં ડેબ્યૂ કર્યું હતું.


 





શ્રીલંકા પ્લેઈંગ ઈલેવન

શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ(વિકેટકીપર), તનઝીદ હસન, અનામુલ હક, તોહીદ હ્રિદોય, શમીમ હુસૈન, મેહિદી હસન મિરાઝ, મહેદી હસન, નસુમ અહેમદ, તનઝીમ હસન સાકિબ અને મુસ્તફિઝુર રહેમાન.


ભારત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

બ્રેકગ્રાઉન્ડ

Asia Cup 2023, IND Vs BAN Live Updates: એશિયા કપ 2023 ની છેલ્લી સુપર ફોર મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં તેનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ભારત પાસે બાંગ્લાદેશ સામેની મેચમાં તેની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની સારી તક છે. ટીમ ઈન્ડિયા મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે.


એશિયા કપમાં આ વખતે ભારત એક પણ મેચ હાર્યું નથી. તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી જે વરસાદને કારણે રદ થઈ હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી હતી. ભારતીય ટીમ હવે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ઐયર ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલને તક આપવામાં આવી હતી. રાહુલે જોરદાર પ્રદર્શન કર્યું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.