Rohit Sharma Team India Asia Cup 2023:  એશિયા કપ 2023ની પ્રથમ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી શકે છે. રોહિત એશિયા કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે.


એશિયા કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન


એશિયા કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધોનીના નામે છે. તેણે 621 રન બનાવ્યા છે. બીજા નંબરે અર્જુન રણતુંગા છે. તેણે 594 રન બનાવ્યા છે. રોહિત ત્રીજા નંબર પર છે. રોહિતે 450 રન બનાવ્યા છે. રોહિત પાસે આ વખતે ધોની અને અર્જુનનો રેકોર્ડ તોડવાની તક છે. સૌરવ ગાંગુલી ચોથા સ્થાને છે. ગાંગુલીએ 400 રન બનાવ્યા છે.


એશિયા કપના વન ડે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન


એશિયા કપના ODI ફોર્મેટમાં જયસૂર્યાએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 1220 રન બનાવ્યા છે. જયસૂર્યાએ આ સમયગાળા દરમિયાન 6 સદી અને 3 અડધી સદી ફટકારી છે. સંગાકારા બીજા નંબર પર છે. તેણે 1075 રન બનાવ્યા છે. સચિન ત્રીજા સ્થાને છે. તે ભારતીય ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. 971 રન બનાવવાની સાથે સચિને બે સદી અને 7 અડધી સદી ફટકારી છે.


રોહિત શર્માનો એશિયા કપમાં કેવો છે દેખાવ


વર્તમાન ખેલાડીઓની યાદીમાં રોહિત ટોપ પર છે. તેણે 22 મેચ રમીને 745 રન બનાવ્યા છે. રોહિતે આ ટૂર્નામેન્ટમાં એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. ધોનીના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 19 મેચમાં 648 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 3 અડધી સદી ફટકારી છે.


એશિયા કપ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ,  પ્રસિદ્ધ કૃષ્ણ


એશિયા કપનું કઈ ચેનલ પરથી થશે લાઈવ ટેલિકાસ્ટ


એશિયા કપની મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ પરથી થશે. લાઇવ સ્ટ્રિમિંગ ડિઝની હોટસ્ટાર પરથી જોઈ શકાશે.