Asia Cup 2023 Pakistan Squad: 2023 એશિયા કપ શરૂ થવામાં હવે 5 દિવસથી ઓછો સમય બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટે પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચથી શરુ થશે. 2023 એશિયા કપની શરૂઆત પહેલા પાકિસ્તાને પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે.


પાકિસ્તાને એશિયા કપ માટે સઈદ શકીલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. અગાઉ ટીમમાં રહેલા તૈયબ તાહિરને હવે ટ્રાવેલ રિઝર્વ ખેલાડી બનાવવામાં આવ્યો છે.


2023 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ - બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફહીમ અશરફ, ફખાર ઝમાન, હરિસ રઉફ, ઇફ્તિખાર અહેમદ, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ , મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, સલમાન અલી આગા, સઈદ શકીલ, શાહીન આફ્રિદી અને ઉસામા મીર. 


ટ્રાવેલ રિઝર્વ પ્લેયરઃ તૈયબ તાહિર. 


 


એશિયા કપ 2023 શેડ્યૂલ


30 ઓગસ્ટ: પાકિસ્તાન Vs નેપાળ, મુલતાન
31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિ શ્રીલંકા, કેન્ડી
2 સપ્ટેમ્બર: પાકિસ્તાન Vs ભારત, કેન્ડી
4 સપ્ટેમ્બર: ભારત Vs નેપાળ, કેન્ડી
5 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન Vs શ્રીલંકા, લાહોર


સુપર-4


6 સપ્ટેમ્બર: A1 Vs B2, લાહોર
9 સપ્ટેમ્બર: B1 Vs B2, કોલંબો
10 સપ્ટેમ્બર: A1 Vs A2, કોલંબો
12 સપ્ટેમ્બર: A2 Vs B1, કોલંબો
14 સપ્ટેમ્બર: A1 Vs B1, કોલંબો
15 સપ્ટેમ્બર: A2 Vs B2, કોલંબો


17 સપ્ટેમ્બર: ફાઇનલ, કોલંબો.  


આ મુકાબલાનો સમય શું હશે ?


એશિયા કપ 2023 પાકિસ્તાન સિવાય શ્રીલંકામાં પણ રમાશે. ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. આ સિવાય ફાઈનલ મેચની યજમાની શ્રીલંકા કરશે. એશિયા કપની મેચો કૈન્ડી, મુલતાન, લોહાર અને કોલંબોમાં રમાશે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે 30 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યાથી મેચ રમાશે. જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાની મેચ કૈન્ડીમાં 31 ઓગસ્ટે બપોરે 1 વાગ્યાથી રમાવાની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે કૈન્ડી ખાતે બપોરે 1 વાગ્યાથી મેચ રમાશે.  અફઘાનિસ્તાન-શ્રીલંકા મેચ 5 સપ્ટેમ્બરે લાહોરમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. એશિયા કપ 2023 ODI ફોર્મેટ એટલે કે 50-50 ઓવરમાં રમાશે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપને કારણે એશિયા કપનું ફોર્મેટ 20-20 ઓવરનું હતું. પરંતુ આ વખતે તે ODI ફોર્મેટમાં રમવાનું છે.  


17 સપ્ટેમ્બર: ફાઇનલ, કોલંબો.  


એશિયન ક્રિકેટનો મહાકુંભ એટલે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે.  ટીમ ઇન્ડિયા 2023 એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. 17 સપ્ટેમ્બરના રોડ ફાઈનલ મેચ કોલંબોમાં રમાશે.