Asia Cup 2023 Schedule : જ્યારથી એશિયા કપ 2023નું આયોજન થયું છે ત્યારથી કોઈના કોઈ કારણોસર સતત વિવાદમાં રહ્યો છે. તેમાં પાકિસ્તાનની અવળચંડાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન મેચ રમવાથી લઈને તેના શેડ્યુલ સુધીના આયોજનના દરેક તબક્કે આડોડાઈ કરતો કરતું રહ્યું હતું. પરંતુ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પાકિસ્તાનની આબરૂના ધજાગરા કરી નાખ્યા હતાં. 


વાત એમ છે કે, 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આગામી એશિયા કપના શેડ્યૂલની સત્તાવાર જાહેરાત 19 જુલાઈના રોજ કરવામાં આવી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ BCCI સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ જય શાહ દ્વારા તેમના સત્તાવાર શેડ્યૂલ પહેલા શેડ્યૂલની જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી હતી.


PCBએ એશિયા કપ 2023ના સત્તાવાર શેડ્યૂલ અને ટ્રોફીના અનાવરણ અંગે લાહોરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પીસીબી પ્રમુખ જકા અશરફ ઉપરાંત પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમના લગભગ અડધો કલાક પહેલા ACC પ્રમુખ જય શાહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી.


પીસીબીના એક સૂત્રએ પીટીઆઈને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પીસીબીએ લાહોરમાં જાહેર થનારી સત્તાવાર શિડ્યુલ વિશે એસીસીને પહેલેથી જ જાણ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનના સમય મુજબ 7:15 વાગ્યે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું તેના અડધા કલાક પહેલા જ જય શાહે ટ્વીટ કરીને સંપૂર્ણ શેડ્યૂલની જાહેરાત કરી હતી. જેના કારણે પીસીબીના સમગ્ર કાર્યક્રમનું કોઈ કોઈ જ મહત્વ રહી ગયુ નહોતું. અમે આ અંગે ACC સમક્ષ અમારી નારાજગી પણ વ્યક્ત કરી છે. આ અંગે ACCએ જણાવ્યું હતું કે, ગેરસમજના કારણે આવું થયું હોવાનું કહેવાય છે.




આ તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગ


આગામી એશિયા કપના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત બાદ હવે તમામ ક્રિકેટ પ્રેમીઓ 2 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપમાં બંને ટીમો ત્રણ વખત ટકરાશે. જેમાં ગ્રુપ મેચ સિવાય સુપર-4 અને જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે તો વધુ બે મેચો જોવા મળી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની દુનિયાભરના કરોડો ક્રિકેટ રસિયાઓ ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ મેચ જોવા ચાહકોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 


https://t.me/abpasmitaofficial