Asia Cup Schedule 2024: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને 19 જુલાઈથી શ્રીલંકાના દામ્બુલામાં યોજાનારા મહિલા ટી-20 એશિયા કપમાં પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને નેપાળની સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. નવ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો રમશે. આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મલેશિયાને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે.






દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 26 જૂલાઈના રોજ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. ફાઈનલ 28મી જુલાઈના રોજ યોજાશે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત અત્યાર સુધી સાત ટાઈટલ સાથે સૌથી સફળ ટીમ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 21મી જુલાઈએ મેચ રમાવાની છે.


'ESPN ક્રિકઇન્ફો' અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ જય શાહે કહ્યું, "અમે ટીમો વચ્ચે વધતી ભાગીદારી અને સ્પર્ધાત્મકતાને જોઈને ઉત્સાહિત છીએ, જે મહિલા ક્રિકેટની વધતી લોકપ્રિયતા અને મહત્વને દર્શાવે છે. 2018માં છ ટીમોથી વધીને 2022માં સાત ટીમો અને હવે આઠ ટીમો અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.


એશિયા કપમાં ગત વખતની જેમ આ વખતે પણ માત્ર મહિલા અમ્પાયર હશે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વપૂર્ણ છે. 


કાર્યક્રમ


19 જૂલાઇ – પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ, ભારત વિરુદ્ધ UAE


20 જૂલાઈ - મલેશિયા વિરુદ્ધ થાઈલેન્ડ, શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ


21 જુલાઈ – નેપાળ વિરુદ્ધ UAE, ભારત વિરુદ્ધ પાકિસ્તાન


22 જુલાઈ – શ્રીલંકા વિરુદ્ધ મલેશિયા, બાંગ્લાદેશ વિરુદ્ધ થાઈલેન્ડ


23 જુલાઈ - પાકિસ્તાન વિરુદ્ધ UAE, ભારત વિરુદ્ધ નેપાળ


24 જુલાઈ – બાંગ્લાદેશ વિરુદ્ધ મલેશિયા, શ્રીલંકા વિરુદ્ધ થાઈલેન્ડ


26 જુલાઇ- સેમિફાઇનલ


28  જૂલાઇ- ફાઇનલ મેચ