Asian Games 2023: ચીનમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનું અત્યાર સુધી જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે. ટેબલ ટેનિસની વિમેન્સ ડબલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને ભારતીય જોડીએ સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને મેડલ પણ નિશ્ચિત કરી લીધો છે. ભારત તરફથી આ ઈવેન્ટમાં સુતીર્થા અને અહકિયાની જોડીએ વર્લ્ડ નંબર-2 ક્રમાંકિત ચીનની મેંગ અને યીદીની જોડીને 11-5, 11-5, 5-11 અને 11-9 થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓએ મેચની શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ બે સેટ 11-5 અને 11-5થી જીતીને નોંધપાત્ર લીડ મેળવી હતી. આ પછી તેને ત્રીજા સેટમાં 11-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. સુતીર્થા અને અહકિયાની જોડીએ ચોથા સેટમાં શાનદાર પુનરાગમન કર્યું હતું અને ચીનની જોડીને 11-9થી હરાવીને આ ઈવેન્ટમાં પણ દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો.
ભારતે 19મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે કુલ 36 મેડલ જીત્યા છે, જેમાં 10 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સિવાય બીજી ઘણી ઈવેન્ટ્સમાં મેડલ કન્ફર્મ થયા છે, જેમાં ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ મેળવવો નિશ્ચિત માનવામાં આવે છે. અત્યાર સુધી ભારતે સૌથી વધુ મેડલ શૂટિંગ અને રોઈંગની ઈવેન્ટમાં જીત્યા છે.
સ્ક્વોશ ટીમે પણ કરી કમાલ, ગોલ્ડ મેડલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું
19મી એશિયન ગેમ્સમાં ભારત માટે સાતમો દિવસ પણ ખૂબ જ સારો રહ્યો જેમાં બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ સવારે ટેનિસ મિક્સ ડબલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ મેન્સ સ્ક્વોશ ટીમે પણ પોતાની અંતિમ મેચમાં પાકિસ્તાનને રોમાંચક રીતે હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને ગોલ્ડ મેડલ જીત્યો.
ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ જીત્યો હતો
સ્ક્વૉશમાં ભારતીય પુરુષ ટીમે કમાલ કર્યો છે. ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. 2014 બાદ પ્રથમ વખત ભારતે સ્ક્વૉશમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે.
સ્ક્વૉશમાં પાકિસ્તાનનો પરાજય, ભારતીય ટીમે છેલ્લી ઘડીએ બાજી પલટી, ગૉલ્ડ જીત્યો
ભારતીય પુરુષ ટીમે સ્ક્વૉશ રમતમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લી મેચમાં અભયે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. 2014ની એશિયન ગેમ્સ બાદ પ્રથમ વખત ભારત સ્ક્વૉશમાં મેડલ જીતવામાં સફળ રહ્યું છે. ફાઈનલની ત્રીજી મેચમાં ભારતના અભય સિંહે પાકિસ્તાનના જમાન નૂર પર રોમાંચક જીત મેળવીને ગૉલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા બીજી મેચમાં સૌરવ ઘોષાલે આ મેચમાં મોહમ્મદ અસીમ ખાનને હરાવીને ભારતને 1-1થી ડ્રો પર લાવી દીધું હતું.