ICC World Cup 2023 Prediction: વૈજ્ઞાનિક જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આગાહી કરી છે કે વર્ષ 1987માં જન્મેલા કેપ્ટન ભારત દ્વારા યોજાઈ રહેલા મેન્સ વનડે વર્લ્ડ કપ જીતશે. તે આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે, તાજેતરમાં મોટી રમતગમતની ઘટનાઓમાં 1986માં જન્મેલા ખેલાડીઓ/કેપ્ટનની જગ્યા 1987માં જન્મેલા ખેલાડીઓ દ્વારા લેવામાં આવી છે. તેના અહેવાલો અનુસાર, લોબોએ 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓની સચોટ ભવિષ્યવાણી કરી હતી.


જોકોવિચ અને લિયોનેલ મેસીની પણ આગાહી સાચી પડી હતી


આ જ્યોતિષીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાફેલ નડાલને પછાડનાર ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચનો જન્મ 1987માં થયો હતો જ્યારે નડાલનો જન્મ 1986માં થયો હતો. આ ઉપરાંત, જ્યારે હ્યુગો લોરિસ (જન્મ 1986) કેપ્ટન હતો ત્યારે 2018 FIFA વર્લ્ડ કપ ફ્રાન્સે જીત્યો હતો. તાજેતરમાં 2022 ફૂટબોલ વર્લ્ડ કપ લિયોનેલ મેસી (જન્મ 1987) ના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાએ જીત્યો હતો.


શાકિબ અલ હસન અને રોહિત શર્માનો જન્મ 1987માં થયો છે
વર્તમાન વર્લ્ડ કપ વિશે વાત કરતા લોબોએ કહ્યું કે જ્યારે ઈંગ્લેન્ડે 2019માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઈયોન મોર્ગન (1986માં જન્મેલા) કેપ્ટન હતા. ત્યારબાદ તેણે ભવિષ્યવાણી કરી કે વર્ષ 1987માં જન્મેલ કેપ્ટન 2023નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે. તેણે કહ્યું કે- શાકિબ અલ હસનનો જન્મ 1987માં થયો છે, પરંતુ બાંગ્લાદેશની ટીમ એટલી મજબૂત નથી. તો બીજી તરફ 1987માં જન્મેલા એકમાત્ર કેપ્ટન આપણા રોહિત શર્મા જ છે. તે વર્લ્ડ કપ જીતશે. લોબોએ આ દાવો કર્યો છે. શાકિબનો જન્મ 24 માર્ચ 1987ના રોજ થયો હતો જ્યારે ભારતીય કેપ્ટન રોહિતનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ થયો હતો.


રોહિત ભારત બની શકે છે ગેમ ચેન્જર
તો બીજી તરફ, ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનું માનવું છે કે કેપ્ટન રોહિતે ક્રિઝ પર સમય પસાર કરવો જોઈએ અને વર્લ્ડ કપમાં મોટી ઈનિંગ રમવી જોઈએ. તેણે કહ્યું કે, રોહિત શર્મા ખતરનાક બેટ્સમેન છે. જો તે 35 ઓવર સુધી મેદાન પર રહે તો ભારતનો સ્કોર 350 ની આસપાસ રહેવાની ખાતરી છે. જો તે તે પ્રકારના એપ્રોચ સાથે રમશે તો સારુ પરિણામ આવશે. રોહિત સૌથી સફળ ODI બેટ્સમેનોમાંનો એક છે. તેણે 251 મેચોમાં 30 સદી અને 52 અર્ધસદીની મદદથી 48.85ની સરેરાશથી 10112 રન બનાવ્યા છે.


(Disclaimer: એબીપી નેટવર્ક પ્રા.લિ.અને/અથવા એબીપી લાઈવ કોઈપણ રીતે આ લેખની સામગ્રી/અથવા અહીં વ્યક્ત કરાયેલા વિચારોનું સમર્થન કરતું નથી.)