World Cup 2023: વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઇગ્લેન્ડ સામે ન્યૂઝિલેન્ડે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગ કરશે

World Cup 2023: અમદાવાદમાં વર્લ્ડકપ 2023ની ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઇ રહી છે.

Continues below advertisement

World Cup 2023:  અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઇગ્લેન્ડ સામે ન્યૂઝિલેન્ડે ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ માટે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ઈશ સોઢી, કેન વિલિયમ્સન અને ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ તરફથી પ્રથમ મેચમાં નહીં રમે. લોકી ફર્ગ્યુસન પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી.                                                     

Continues below advertisement

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ.

બટલરની સાથે ઈંગ્લેન્ડની ટીમમાં જો રૂટ, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો  જેવા મહાન ખેલાડીઓ છે. તેણે ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડની ટીમ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપશે. માર્ક વુડ અને ક્રિસ વોક્સ શાનદાર બોલિંગ માટે જાણીતા છે. તેનાથી ટીમના બોલિંગ આક્રમણને મજબૂતી મળશે. મલાનની વાત કરીએ તો તેનો ન્યૂઝીલેન્ડ સામે સારો રેકોર્ડ છે. તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી છે. વર્લ્ડ કપ મેચમાં રૂટનો રેકોર્ડ સારો છે.                                 

 

Continues below advertisement
Sponsored Links by Taboola