ઓસ્ટ્રેલિયાએ ગાબા, બ્રિસ્બેનમાં રમાઈ રહેલ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 294 રન બનાવતા ભારતને 328 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતી બોલર મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરતાં ક્રમશઃ 5-4 વિકેટ પોતાના નામે કરી. આ દરમિયાન વિકેટકીપિંગ કરી રહેલ રિષભ પંત ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનું ધ્યાન ભટાકવતા ગીત ગાતા જોવા મળ્યો હતો.


મેચની 56મી ઓવર વી. સુંદર નાખી રહ્યો હતો અને આ ઓવરમાં સ્ટમ્પ માઈક પર પંતનો સૂર સંભળાયો હતો. તે "સ્પાઈડરમેન સ્પાઈડરમેન, તુને ચુરાયા મેરે દિલ કા ચેન..." ગીત ગાઈ રહ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.


સ્ટિવ સ્મિથે સર્વાધિક 55 રન બનાવ્યા હતા. માર્કસ હેરિસ અને ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 89 રનની પાર્ટનરશિપ કરી હતી. હેરિસને 38 રને પંતના હાથમાં કેચ આઉટ કરાવી ઠાકુરે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. વોર્નર 48 રન બનાવી સુંદરની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. જે બાદ સિરાજે લાબુશાને (25 રન) અને વેડ (0 રન)ને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. કેમરુન ગ્રીને 37, ટીમ પેનીએ 25 રનનું યોગદાન આપ્યું હતું.

ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં વિના વિકેટે 21 રન બનાવ્યા હતા. તે ભારત પ્રથમ ઈનિંગમાં 336 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી ડેબ્યૂમેને શાર્દુલ ઠાકુરે સર્વાધિક 67 રન બનાવ્યા હતા. બીજા ડેબ્યૂમેનવ વોશિંગ્ટન સુંદર 62 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રોહિત શર્માએ 44 રન, પુજારાએ 25 રન, રહાણેએ 37 રન, મયંક અગ્રવાલે 38 રન, પંતે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને કમિંસને 2-2 સફળતા મળી હતી.