બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 294  રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી.


યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા ગાબામાં બંને ઈનિંગમાં ઓલઆઉટ થયું હોય તેવી ઘટના 12 વર્ષ બાદ બની હતી. 2008-09 બાદ ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ગાબામાં બંને ઈનિંગમાં ઓલઆઉટ થયું હતું. 2009-09માં ન્યૂઝીલેન્ડ સામે કિવી ટીમ બંને ઈનિંગમાં ઓલઆઉટ થઈ હતી.

આ પહેલા 1992-93માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયા આ મેદાન પર બંને ઈનિંગમાં ઓલઆઉટ થયું હતું. ગાબાના 32 વર્ષમાં ઓસ્ટ્રેલિયાએ રમેલી 32 ટેસ્ટમાં માત્ર ત્રીજી વખત બંને ઈનિંગમાં ઓલઆઉટ થયું હતું.