સુંદર ઉપરાંત શાર્દૂલ ઠાકુરે પણ આ મેચમાં હાફ સેન્ચુરી ફટકારી અને બ્રિસબેન ટેસ્ટના ત્રીજા દિવેસ ભારતને મોટી લીડથી બચાવ્યું હતું. બન્નેએ સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી. બન્ને ઓસ્ટ્રેલિયામાં સાતમી વિકેટ માટે 100 રનથી વધારેની ભાગીદારી કરના ચોથી ભારતી ચોડી બની. બધાએ આ બન્નેના વખાણ કર્યા. જોકે સુંદરના પિતાને લાગે છે કે તેમનો દીકરો સેન્ચુરી પૂરી કરી શક્યો હતો. કારણ કે તેનામાં બેટિંગ કરવાની ક્ષમતા છે.
ચેન્નઈથી ફોન પર આઈએએનએસ સાથે વાત કરતાં એમ. સુંદરે કહ્યું કે, “હું નિરાશ છું કે તે સેન્ચુરી પૂરી ન કરી શક્યો. જ્યારે સિરાજ આવ્યો હતો ત્યારે તેને ચોગ્ગા અને છગ્ગા ફટકારવા જોઈતા હતા. તે કરી શક્યો હોત. તેને પુલ રમવું જોઈતું હતું અને મોટા શોટ્સ ફટકારવા જોઈતા હતા અને કંઈ ન કર્યું હોત પણ તેને ઓસ્ટ્રેલિયાના સ્કોરની બરાબરી કરવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો.”
એમ. સુંદરે કહ્યું કેત તેઓ રોજ તેમના દીકરા સાથે વાત કરે છે અને એક દિવસ પહેલા પણ થઈ હત. તેમણે કહ્યું, “મેં તેને કહ્યું હતું કે તક મળે તો મોટો સ્કોર રમજે. તેણે કહ્યું કે તે જરૂર રમશે.”
સુંદર પહેલા ભારત માટે ટેસ્ટ મેચમાં ડેબ્યૂની સાથે હાફ સેન્ચુરી લગાવવાની સાથે સાથે ત્રણ અથવા તેનાથી વધારે વિકેટ લેવાનું કારનામું અત્યાર સુધી બે ખેલાડી કરી શક્યા હતા. તેમાંથી એક દત્તૂ ફડકર પણ હતા, જેમણે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ વખત પ્રવાસ કરનાર ભારતીય ટીમ માટે આ કારનામું કર્યું હતું.