Australia vs South Africa Sydney Test: સાઉથ આફ્રિકા વિરુદ્ધ સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા પોતાની 14 સભ્યો વાળી ટીમમાં બે ઘાતક ખેલાડીઓની એન્ટ્રી કરાવી છે, આમાં મેથ્યૂ રેનેશૉ અને એશ્ટન એગરનું નામ સામેલ છે. એગરની ટેસ્ટમાં લગભગ 5 વર્ષ બાદ વાપસી થઇ છે. બન્ને ટીમો વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ આગામી 4થી જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
આ મેચથી ઓસ્ટ્રેલિયન ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં સ્થાન પાક્કુ કરવા માંગશે. હાલના સમયમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પૉઇન્ટ ટેબલનમાં ટૉપના સ્થાન પર છે.
ગ્રીન અને સ્ટાર્કનું લેશે સ્થાન -
સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી બૉક્સિંગ ટેસ્ટમાં સ્ટાર ઓલરાઉન્ડર કેમેરુન ગ્રીન અને ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક ઇજાગ્રસ્ત થયા હતા, આ દરમિયાન બન્ને ખેલાડીઓની આંગળીઓમાં ફેક્ચર થઇ ગયુ હતુ, ગ્રીન અને સ્ટાર્ક ઠીક થવામાં હજુ સમય લાગી શકે છે. આ બન્નેની જગ્યાએ હવે ટીમમાં મેથ્યૂ રેનેશૉ અને એશ્ટન એગરને સામેલ કરવામાં આવ્યા છે.
બન્ને ખેલાડીઓની વાત કરીએ તો, રેનેશૉની ચાર વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે, અને એશ્ટન એગરને પણ પાંચ વર્ષ બાદ પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમ -
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી, મેટ રેનેશૉ, માર્ક્સ હેરિસ, જૉસ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, લાન્સ મૉરિસ, નાથન લિયૉન, સ્ટીવ સ્મિથ, એશ્ટન એગર, ડેવિડ વૉર્નર.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપઃ ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઇનલમાં ટકરાઇ શકે છે -
પાંચમી સીરીઝ રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇલમાં લગભગ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. કાંગારુ ટીમે 10 મેચોમાં જીત હાંસલ કરી છે, અને માત્ર એક જ મેચ ગુમાવી છે, 78.57 પૉઇન્ટ ટકાવારી સાથે ઓસ્ટ્રેલિયા આગામી પાંચ ટેસ્ટમાંથી જો એકપણ મેચ જીતી જાય છે, કે ડ્રૉ કરાવી લે છે, તો તે ફાઇનલમાં પહોંચી જશે.
ભારતીય ટીમની વાત કરીએ તો તેની પાસે પણ ફાઇનલમાં જવાનો સારો મોકો છે, ભારતે પાંચ સીરીઝમાં આઠ મેચ જીતી છે, અને ચાર ગુમાવી છે, તેની પાસે 58.93 ટકાવારી પૉઇન્ટ છે. તેને દક્ષિણ આફ્રિકાની સતત બે મેચો હરાવાનો ફાયદો મળ્યો છે. આ કારણે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ ટકરાઇ શકે છે.