AUS-W vs SA-W Final LIVE: ટી20 ચેમ્પીયન બનવા મેદાનમાં ઉતરશે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મહિલાઓ, જાણો મેચની તમામ ડિટેલ્સ
AUS W vs SA W T20 World Cup Final LIVE: આજે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, એકબાજુ ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયા છે,
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને વચ્ચેની આ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું તમે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકો છો, આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે.
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા મહિલા ટીમની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ટી20માં રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો હંમેશા દબદબો રહ્યો છે, આઇસીસી ટી20 રેન્કિંગમાં કાંગારુ ટીમ નંબર 1 પર છે, તો સાઉથ આફ્રિકાની મહિલા ટીમ લિસ્ટમાં 5માં નંબર પર છે. આના હિસાબે માની શકાય કે આજે ફાઇનલ જીતવી સાઉથ આફ્રિકા ટીમ માટે કપરાં ચઢાંણ સાબિત થશે.
ઓવર ઓલ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ટીમ આ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમીને ફાઇનલમાં પ્રવેશી છે, તો બીજીબાજુ સાઉથ આફ્રિકન ટીમે ગૃપ લીગ મેચોમાં નેટ રનરેટના આધાર પર સેમિ ફાઇનલમાં પ્રવેશી અને સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 6 રનોથી હરાવીને ફાઇનલ સુધીનો સફર કર્યો છે. આજની મેચમાં આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો હાથ ઉપર દેખાઇ રહ્યો છે.
સુને લુઝ (કેપ્ટન), ચ્લૉએ ટ્રાયૉન, એનકે બૉશ, તાજમિન બ્રિટ્સ, નાડિને ડિ ક્લર્ક, એનરી ડર્કસન, લારા ગુડાલ, શબનીમ ઇસ્માઇલ, સિનાલો જાફ્ટા, મેરિજાને કાપ, આયાબોન્ગા ખાકા, મસાબાટા ક્લાસ, નૉનકુલુલેકો મ્લાબા, ડેલ્મી ટકર, લૌરા વૉલ્માર્ટ.
મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હિલી, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રાહમ, ગ્રેસ હેરિસ, જેસ જૉનસન, અલાના કિંગ, તાહિલા મેક્ગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ, જૉર્જિયા વેરહમ.
ઉલ્લેખનીય છે કે આજની ફાઇનલ મેચ સાઉથ આફ્રિકાના હૉમ ગ્રાઉન્ડમાં રમાઇ રહી હોવાથી મહિલા ટીમને તેનો ફાયદો મળી શકે છે. દર્શકોનો પણ પુરેપુરો પ્રેમ મળી શકે છે. લીગ સ્ટેજની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયન ટીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
સાઉથ આફ્રિકન ટીમે છેલ્લી 12 મેચોમાં સારી પ્રગતિ કરી છે, અને આનો દારોમદાર આજે પણ પોતાની ઓપનિંગ જોડી પર રહેશે, સાઉથ આફ્રિકન ટીમમાં લૌરા વૂલફાર્ટ અને તાજમિન બ્રિટ્સ સારી બેટિંગ કરીને ટીમને સારી શરૂઆત અપાવે છે, અને આ કારણે આફ્રિકન ટીમ મોટો સ્કૉર ઉભો કરવામાં સફળ રહે છે. બ્રિટ્સ સેમિ ફાઇનલ મેચની પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂકી છે, બ્રિટ્સ ભાલા ફેંકમાં પૂર્વ જૂનિયર વિશ્વ ચેમ્પીયન છે, પરંતુ 2012માં કાર દૂર્ઘટનાના કારણે તેનું ઓલિમ્પિક રમવાનું સપનુ તુટી ગયુ હતુ. હવે આજે ફાઇનલમાં ક્રિકેટમાં કંઇક મોટુ કરીને દેશને પહેલો આઇસીસી ખિતાબ અપાવી શકે છે.
સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ખિતાબી જંગ માટે બે ટીમો મેદાનમાં ઉતરશે, એકબાજુ ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયા છે, તો બીજીબાજુ એકવાર પણ કોઇ આઇસીસી ટ્રૉફી ના જીતી શકનારી સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમે છે, આજનો દિવસ ખાસ કરીને સાઉથ આફ્રિકન ક્રિકેટ માટે એક મોટો ઐતિહાસિક દિવસ બની રહેશે, કેમ કે આઇસીસીની કોઇપણ મોટી ઇવેન્ટમાં દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમ પછી તે પુરુષ હોય કે મહિલા ક્યારે જીત હાંસલ નથી કરી શકી.
જો ઓસ્ટ્રેલિયા આજની મેચ જીતશે તો સાતમી વાર ચેમ્પીયન બનશે, અને સાઉથ આફ્રિકા જીતશે તો મહિલા ટી20 ક્રિકેટને એક નવું ચેમ્પીયન મળશે. અત્યારે સુધી માત્ર ત્રણ ટીમો જ ચેમ્પીયન બનવામાં સફળ રહી છે.
આજે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, એકબાજુ ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયા છે, તો બીજીબાજુ પહેલીવાર ફાઇનલ સુધી પહોંચેલી સાઉથ આફ્રિકન મહિલા ટીમ છે, બન્ને ટીમો આજે કેપ ટાઉનના ગ્રાઉન્ડ પર ખિતાબી જંગ માટે સાંજે આમને સામને ટકરાશે, બન્ને ટીમોમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનું પલડુ ભારે લાગી રહ્યુ છે, પરંતુ સાઉથ આફ્રિકન ટીમને હૉમ ગ્રાઉન્ડ અને હૉમ ક્રાઉડનો સપોર્ટ મળશે.
બ્રેકગ્રાઉન્ડ
AUS W vs SA W T20 World Cup Final LIVE: આજે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, એકબાજુ ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયા છે, તો બીજીબાજુ પહેલીવાર ફાઇનલ સુધી પહોંચેલી સાઉથ આફ્રિકન મહિલા ટીમ છે, બન્ને ટીમો આજે કેપ ટાઉનના ગ્રાઉન્ડ પર ખિતાબી જંગ માટે સાંજે આમને સામને ટકરાશે, બન્ને ટીમોમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનું પલડુ ભારે લાગી રહ્યુ છે, પરંતુ સાઉથ આફ્રિકન ટીમને હૉમ ગ્રાઉન્ડ અને હૉમ ક્રાઉડનો સપોર્ટ મળશે. જો ઓસ્ટ્રેલિયા આજની મેચ જીતશે તો સાતમી વાર ચેમ્પીયન બનશે, અને સાઉથ આફ્રિકા જીતશે તો મહિલા ટી20 ક્રિકેટને એક નવું ચેમ્પીયન મળશે. અત્યારે સુધી માત્ર ત્રણ ટીમો જ ચેમ્પીયન બનવામાં સફળ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -