GT squad for IPL 2025: ગુજરાત ટાઈટન્સની આઈપીએલમાં સફર ટૂંકી પણ ખૂબ રસપ્રદ રહી છે. વર્ષ 2022માં નવી ટીમ તરીકે પ્રવેશ કરનાર ગુજરાત ટાઈટન્સે પ્રથમ જ વર્ષે ટાઈટલ જીતીને ભારતીય ચાહકોને પોતાના દીવાના બનાવી દીધા. ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન સતત બીજા વર્ષે પણ શાનદાર રહ્યું અને તે ફાઈનલમાં પહોંચી, પરંતુ ત્યારે તેને રનર્સ અપ થવું પડ્યું.
જોકે, ગયા વર્ષે ફ્રેન્ચાઈઝીમાં કેટલાક ફેરફારો થયા અને તેની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી. ગુજરાત ટાઈટન્સ ગયા આઈપીએલમાં આઠમા સ્થાને રહી. હવે ગુજરાતનો પ્રયાસ મજબૂત સ્ક્વોડ બનાવીને બીજી વખત આઈપીએલ ટાઈટલ જીતવાનો રહેશે.
આઈપીએલ 2025 હરાજી પહેલા ગુજરાત ટાઈટન્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ફ્રેન્ચાઈઝીએ શુભમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તેવતિયા અને શાહરુખ ખાનને રિટેન કર્યા. ફ્રેન્ચાઈઝીએ રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાઈ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવતિયા (4 કરોડ) અને શાહરુખ ખાન (4 કરોડ)ને પોતાની સાથે જાળવી રાખ્યા.
ગુજરાત ટાઈટન્સ સાઉદી અરેબિયાના જેદ્દામાં ચાલી રહેલી આઈપીએલ 2025 હરાજીમાં પોતાની મજબૂત સ્ક્વોડ બનાવવા પર ધ્યાન આપી રહી છે. આ માટે તે ઘણા મુખ્ય ખેલાડીઓ પર બોલી લગાવી રહી છે. ચાલો જોઈએ કે જીટીની સ્ક્વોડ કેવી રીતે તૈયાર થઈ છે.
રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50), સાઈ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવતિયા (4 કરોડ), શાહરુખ ખાન (4 કરોડ), કગિસો રબાડા (બેઝ પ્રાઈસ 2 કરોડ, વેચાયા 10.75 કરોડ), જોસ બટલર (બેઝ પ્રાઈસ 2 કરોડ, વેચાયા 15.75 કરોડ), મોહમ્મદ સિરાજ (બેઝ પ્રાઈસ 2 કરોડ, વેચાયા 12.25 કરોડ), પ્રસિદ્ધ કૃષ્ણા (બેઝ પ્રાઈસ 2 કરોડ, વેચાયા 9.50 કરોડ), નિશાંત સિંધુ (બેઝ પ્રાઈસ 30 લાખ, વેચાયા 30 લાખ), મહિપાલ લોમરોર (બેઝ પ્રાઈસ 50 લાખ, વેચાયા 1.70 કરોડ), કુમાર કુશાગ્ર (બેઝ પ્રાઈસ 30 લાખ, વેચાયા 65 લાખ), અનુજ રાવત (બેઝ પ્રાઈસ 30 લાખ, વેચાયા 30 લાખ), મનવ સુથર (બેઝ પ્રાઈસ 30 લાખ, વેચાયા 30 લાખ), વોશિંગ્ટન સુંદર (3.20 કરોડ).
આઈપીએલ 2025 મેગા હરાજીના બીજા દિવસે આશ્ચર્યજનક ઘટના બની. અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સન સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વેચાયા નહીં. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ માટે પણ કોઈએ બોલી ન લગાવી. વિલિયમ્સનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. જ્યારે રહાણેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી. પૃથ્વી શોની બેઝ પ્રાઈસ માત્ર 75 લાખ રૂપિયા હતી. પૃથ્વી ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ટીમમાંથી પણ બહાર થયા હતા. તેમની વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ