Travis Head World Record: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ત્રણ મેચની ટી20 સીરીઝ માટે સ્કૉટલેન્ડના પ્રવાસે છે. સીરીઝની પ્રથમ મેચ ખૂબ જ વિસ્ફોટક રહી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ લક્ષ્યનો પીછો કર્યો હતો અને 58 બોલમાં 155 રન બનાવીને જીત મેળવી હતી. મેચમાં ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયા માટે 320ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 80 રન બનાવ્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. આ ઇનિંગ સાથે ટ્રેવિસ હેડે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.


ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં તેની ઇનિંગ્સમાં પ્રથમ 73 (22 બોલ) રન બનાવ્યા, જેની સાથે તેણે ટી20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કૉર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા આ રેકોર્ડ આયર્લેન્ડના પૉલ સ્ટર્લિંગના નામે હતો. સ્ટર્લિંગે 2020માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચના પાવરપ્લેમાં 25 બોલમાં 67 રન બનાવ્યા હતા.


ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં બનાવ્યો સૌથી મોટો સ્કૉર 
ઓસ્ટ્રેલિયાએ ટી20 ઇન્ટરનેશનલના પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સ્કૉટલેન્ડ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં 113/1નો સ્કૉર કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો જેણે 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમતા 102/0 રન બનાવ્યા હતા.


ઓસ્ટ્રેલિયાએ બહુજ આસાનીથી જીતી મેચ 
નોંધનીય છે કે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવતા, સ્કૉટલેન્ડે 20 ઓવરમાં બોર્ડ પર 154/9 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા મુનસેએ સૌથી મોટી ઇનિંગ્સ રમી અને 16 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા.


ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરીને 9.4 ઓવરમાં 156 રન બનાવીને જીત મેળવી હતી. ટ્રેવિસ હેડે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 25 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન મિચેલ માર્શે 12 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 39 રન બનાવ્યા હતા. રેસ્ટ જોશ ઈંગ્લિશએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27* રન બનાવ્યા.


આ પણ વાંચો


WTC Final: ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની WTC ફાઇનલને લઇ મોટી માંગ, કઇ રીતે નક્કી થવું જોઇએ ચેમ્પિયન ?