Nathan Lyon on World Test Championship Final: ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર ​​નાથન લિયૉને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. નાથન લિયૉનનુ માનવું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ હોવી જોઈએ. તેનું પરિણામ એક મેચમાંથી ના આવવું જોઈએ.


ટેસ્ટ ક્રિકેટમાં 530 વિકેટ ઝડપનારા નાથન લિયૉને કહ્યું, "હું એક વસ્તુ જોવા માંગુ છું કે WTC ફાઇનલ એક ટેસ્ટ મેચને બદલે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ હોય. તે થોડું સારું હોઈ શકે છે, કેમકે તમે એક સત્રમાં એક ટેસ્ટ મેચ હારી શકો છો, વળી, ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ તમને વાપસી કરવાનો મોકો આપશે, પછી તમે તમારો પ્રભાવ બતાવો."


લિયૉને વધુમાં કહ્યું કે તમે આ સીરીઝ ત્રણ અલગ-અલગ દેશોમાં રમી શકો છો. તેણે કહ્યું, "તમે ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ, ઓસ્ટ્રેલિયામાં એક અને ભારતમાં એક ટેસ્ટ રમી શકો છો. તમારી સ્થિતિ અલગ હશે." તમને જણાવી દઈએ કે અત્યાર સુધીના પોઈન્ટ ટેબલને જોતા એવું લાગે છે કે આ વખતે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.


આગામી વર્ષે રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચની તારીખ જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લૉર્ડ્સમાં 11-15 જૂને રમાશે. જરૂરિયાતના કિસ્સામાં, 16 જૂનને અનામત દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં આ ત્રીજી ફાઈનલ મેચ હશે અને લોર્ડ્સ પ્રથમ વખત ટાઈટલ ટક્કરનું આયોજન કરવા જઈ રહ્યું છે.


ઓસ્ટ્રેલિયાએ જીતી હતી ગઇ ફાઇનલ, ભારત બે વાર હાર્યુ 
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી. ફાઇનલમાં કાંગારૂઓએ ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ ચક્રમાં ખિતાબ જીત્યો હતો. કિવી ટીમે ફાઇનલમાં પણ ભારતને હરાવ્યું હતું. ભારતીય ટીમ બંને વખત ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ બંને વખત ટાઇટલ જીતી શકી નહોતી.


આ પણ વાંચો


IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સમાં જ રહેશે રોહિત શર્મા, દિલ જીતી લેશે ફ્રેન્ચાઇઝીનું નિવેદન