નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માની ઇજાને લઇને વિવાદ જલ્દી ખતમ થઇ શકે છે. રોહિત શર્મા હાલ મુંબઇ ઇન્ડિયન્સ માટે આઇપીએલ ફાઇનલમાં રમવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ બીસીસીઆઇએ રોહિત શર્માને અનફિટ બતાવીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સિલેક્ટ નથી કર્યો. રિપોર્ટનુ માનીએ તો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઇ શકે છે.


રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જગ્યા ના આપવાના કારણે બીસીસીઆઇ નિશાને આવી ગયુ હતુ. બીસીસીઆઇને એવો સવાલ કરવામાં આવી રહ્યો હતો કે જો રોહિત શર્મા આઇપીએલ માટે ફિટ છે તો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કઇ રીતે અનફિટ હોઇ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પસંદગી મામલે જલ્દી ફેંસલો લેવામાં આવશે. બીસીસીઆઇ સુત્રો અનુસાર ટીમના ફિજીયો નીતિન પટેલ રોહિત શર્માની ઇજા પર કામ કરશે.

ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 27 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ સાથે શરૂ થશે. લગભગ બે મહિલના લાંબા આ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચ રમશે. કયાસ એવો લગાવવામાં આવી રહ્યો છે કે ઇજાને ધ્યાનમાં રાખીને રોહિત શર્માને કદાચ વનડે સીરીઝમાં જગ્યા નહીં મળી શકે, અને ટી20માં તેની વાપસી થઇ શકે છે.