ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિન્ચની ઇજા પર અપડેટ જાહેર કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પહેલી મેચમાં ઇજાગ્રસ્ત થયા બાદ ફિન્ચનો સ્કેન કરાવ્યો છે. સ્કેનનુ રિઝલ્ટ આવ્યાની રાહ જોવાઇ રહી છે, અને ત્યારબાદ તેના ટી20 સીરીઝમાં રમવાને લઇને ફેંસલો લેવામાં આવી શકે છે.
ટી20 સીરીઝમાં પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ફિન્ચની ઇજા કાંગારુ ટીમની મુશ્કેલીઓ વધારી શકે છે. જો એરોન ફિન્ચને ટી20 સીરીઝમાંથી બહાર થવાની સ્થિતિ આવે છે તો ઓસ્ટ્રેલિયન ટીમને ભારત સામે બન્ને નવા ઓપનરો સાથે રમવુ પડશે. એટલુ જ નહીં ફિન્ચની ગેરહાજરીમાં પણ કેપ્ટનને લઇને પણ સંકટ પેદા થશે. આવી સ્થિતિમાં એલેક્સ કેરી કે સ્ટીવ સ્મિથ કેપ્ટનશીપ કરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતે પ્રથમ મેચ જીતીને 1-0થી લીડ બનાવી દીધી છે.
નોંધનીય છે કે ભારત વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઑલરાઉન્ડર એશ્ટન એગર ઈજાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એગરના ટી20 સીરિઝમાંથી બહાર થવાની જાણકારી આપી હતી.