નવી દિલ્હીઃ તામિલનાડુના 29 વર્ષના ફાસ્ટ બૉલર ટી નટરાજને કેનબરામાં ત્રીજી વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ, આ પછી તેને પોતાની શાનદાર બૉલિંગથી બધાને પ્રભાવિત કર્યા. આઇપીએલમાં ટી નટરાજનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે નટરાજનની જબરદસ્ત પ્રસંશા કરી છે. તેને હાથ મિલાવતી એક તસવીર શેર કરી છે.


વોર્નરે ટી નટરાજનની પ્રસંશા કરતા કહ્યું- જીત, હાર અને ડ્રૉ આપણે મેદાનની અંદર અને બહાર એકબીજાનુ સન્માન કરીએ છીએ. હું આ છોકરા ટી નટરાજન માટે બીજા કોઇ કરતા ઓછો ખુશ નથી. તે ખરેખરમા એક સારો છોકરો છે, જે આ રમતથી ખુબ પ્રેમ કરે છે. એક નેટ બૉલરથી ભારત માટે વનડે અને ટી20 ડેબ્યૂ કરવુ શાનદાર ઉપલબ્ધિ છે. બહુ જ સારુ દોસ્ત....



ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નર હાલ ઇજાગ્રસ્ત છે, વોર્નર ગ્રોઇન ઇજાના કારણે ભારત સામે શરૂ થઇ રહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. જોકે પોતાની ઇજા અને રમત અંગે વોર્નરે કહ્યું કે, તે પુરેપુરો ફિટ થઇને જ મેદાનમાં રમવા ઉતરાવા માગે છે.