જોહાન્સબર્ગ: 14 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. 2007 બાદ આ પહેલીવાર હશે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાન પ્રવાસ કરશે. દક્ષિણ આફ્રિકા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે.

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, દક્ષિણ આફ્રિકા 16 જાન્યુઆરીએ કરાચી પહોંચશે અને 26 જાન્યુઆરીથી નેશનલ સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ક્વોરંન્ટાઈન રહેશે. આ ટેસ્ટ સીરિઝ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે. ટી-10 મેચ સીરિઝ 11,12,13 ફેબ્રુઆરીએ રમાશે.



ક્રિકબઝે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના નિદેશક ગ્રીમ સ્મિથના હવાલાથી લખ્યું કે, “આ જોવું સંતોષજનક છે કે, કોઈ દેશ પાકિસ્તાન પરત ફરી રહ્યો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા તે દેશોમાં ગણાવવા બદલ ખુશ છે. ”

આ સીરિઝને લઈને પાકિસ્તા ક્રિકેટ બોર્ડના નિદશકે કહ્યું કે, પાકિસ્તા અને દક્ષિણ આફ્રિકા ટીમની સુરક્ષાાં કોઈ પણ કમી નહીં છોડીએ. તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ આફ્રિકા સાથે રમાનારી સીરિઝ પાકિસ્તનમાં ક્રિકેટની સમગ્ર વ્યવસ્થાની પ્રક્રિયા પૂરી કરશે. જે 2015થી શરુ થઈ હતી. આ પ્રક્રિયાને 2019-20 સીઝનમાં યોગ્ય મુકામ મળ્યું જ્યારે પાકિસ્તાને શ્રીલંકા, બાંગ્લાદેશ, મેરીલેબોન ક્રિકેટ ક્લબની યજમાની કરી. સાથે જ પાકિસ્તાન સુપર લીગની પણ.