નવી દિલ્હીઃ ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ જબરદસ્ત રીતે પ્રેક્ટિસ અને જીમ કરી રહી છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ટેસ્ટ પહેલા પોતાની જબરદસ્ત ફિટનેસ બતાવતો વીડિયો શેર કર્યો છે. તેને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જીમમા હાર્ડ વર્કઆઉટ કરતો દેખાઇ રહ્યો છે.

ખરેખરમાં, ઋષભ પંતનો સોશ્યલ મીડિયા પર જીમમાં જોરદાર સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હેરતઅંગેજ કરતબ કરતો દેખાઇ રહ્યો છે. તેને વીડિયો સાથે કહ્યું છે ગુડ ડે એટ ધ લેબ. આ વીડિયો ટ્વીટર પર ધૂમ મચાવી રહ્યો છે. 23 વર્ષી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અવારનવાર પોતાની ફિટનેસના વીડિયો વાયરલ કરતો રહે છે.



ખાસ વાત છે કે ઋષભ પંત ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન છે, અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામા સામેલ થયો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં રિદ્ધિમાન સાહાના ખરાબ પ્રદર્શન બાદ બીજી ટેસ્ટથી ઋષભ પંતને ટીમ ઇન્ડિયામા સમાવવામાં આવ્યો છે.