Steve Smith Australia vs New Zealand 3rd ODI: સ્ટીવ સ્મિથ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. સ્મિથનો તાજેતરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે અમ્પાયરને ભૂલ સમજાવવા માટે સિક્સર ફટકારતો જોવા મળે છે. આ રસપ્રદ ઘટના ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે ઈન્ડરનેશનલ સિરીઝની ત્રીજી મેચ દરમિયાન બની હતી.


સ્મિથે સિક્સર ફટકારી નો બોલનો ઈશારો કર્યોઃ


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે સ્ટીવ સ્મિથ નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન જેમ્સ નીશમ 38મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. એલેક્સ કેરીએ તેની ઓવરના પહેલા બોલ પર રન લીધો હતો. ત્યારબાદ સ્મિથ સ્ટ્રાઈક પર પહોંચ્યો હતો. સ્મિથે બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. તેણે સિક્સર મારતાની સાથે જ ફ્રી હિટનો સંકેત આપ્યો. જો કે, સ્મિથના આ ઈશારાના કારણે બધા ચોંક્યા હતા કારણ કે, અમ્પાયરે નો બોલ નહોતો આપ્યો.


વર્તૃળ બહાર નિયમ કરતાં વધુ ફિલ્ડરો હતા


સિક્સર ફટકાર્યા પછી, સ્મિથે અમ્પાયરને કહ્યું કે, ત્રીસ યાર્ડના વર્તુળની બહાર ફિલ્ડરોની નિર્ધારિત સંખ્યા કરતાં વધુ ફિલ્ડરો છે. તેથી તે નો બોલ હશે. સ્ટીવ સ્મિથે બોલ ફેંકાય તે પહેલાં ફિલ્ડરોની ગણતરી કરી લીધી હતી અને તેનો ફાયદો ઉઠાવ્યો હતો. જોકે, સ્મિથને ફ્રી તો મળી ગઈ હતી પરંતુ તે મોટા લાભ નહોતો લઈ શક્યો. કારણ કે નીશમે બાઉન્સર ફેંક્યો અને તેના પર રન નહતો મળ્યો.






આ પણ વાંચો....


T20 World Cup પહેલાં ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડી થયો બહાર, તો આ બે ખેલાડીની થઈ વાપસી


PAK vs SL Asia Cup: એશિયા કપમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ જંગ, આંકડામાં જાણો કોણ કોના પર છે ભારે ?