Marnus Labuschagne WI vs AUS 1ST Test: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પર્થ સ્ટેડિયમમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટ દરમિયાન એક ખાસ પ્રકારના સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને માર્નર્સ લાબુશાનેએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર બેવડી સદી ફટકારી દીધી, આ મેચમાં તેની બેવડી સદીથી તેની પત્ની ખુબ ખુશ થઇ ગઇ અને પોતાની દીકરીને ખોળામાં લઇને સેલિબ્રેશન કરવા લાગી હતી. ડબલ સદીની ઉજવણીનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


પર્થમાં માર્નસ લાબુશાનેનો જલવો જોવા મળ્યો છે, લાબુશાનેએ કેરેબિયન બૉલરોને બરાબરના ધોયા છે, તેને પહેલી ઇનિંગમાં ડબલ સેન્ચૂરી ફટકારતાં 204 રન બનાવી દીધા, 28 વર્ષીય લાબુશાનેએ પોતાની 350 બૉલની ઇનિંગમાં 20 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે આ ઇનિંગ રમી હતી. તેનુ ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી સદી છે. 




જ્યારે મેચમાં લાબુશાનેએ શાનદાર બેવડી સદી ફટકારી તો તેની પત્ની રિબેકાએ શાનદાર ઉજવણી કરી હતી, તેને આ સદી બાદ પોતાની દીકરીને ખોળામાં લઇને ઉજવણી કરવા લાગી હતી. માર્નસ લાબુશાનેએ પણ પોતાની આ સદીને પોતાની દીકરી હેલીને સમર્પિત કરી દીધી હતી. જોકે, બાદમાં લાબુશાનેને કેરેબિયન ક્રેગ બ્રેથવેટે જોશુઆ ડિસિલ્વાના હાથે કેચ કરાવીને આઉટ કરાવી દીધી હતો. 






માર્નસ લાબુશાને અને રિબેકા 26 મે, 2017એ લગ્ન ગ્રંથીથી બંધાયા હતા, અને બાદમાં બન્નેને એક દીકરી જન્મી હતી. જેનુ હેલી રાખવામા આવ્યુ હતુ. હેલીનો જન્મ 20 સપ્ટેમ્બર, 2022ના દિવસે થયો હતો.