શેન વોર્ને ટ્વીટ કરીને કહ્યું- હું આ વિશે બોલતો રહીશ, જો કોઇ કેપ્ટન રિવ્યૂ લે છે તો મેદાની એમ્પ્યારના ફેંસલાને હટાવી દેવો જોઇએ, કેમકે તમારી પાસે એક જ બૉલ નથી હોઇ શકતો, જે આઉટ કે નૉટઆઉટ હોય.
શેન વોર્ને આગળ કહ્યું- આનાથી એ પણ સ્પષ્ટ થઇ જશે કે આનાથી એમ્પાયરોને પોતાના ફેંસલો લેવાનો અધિકાર મળી રહ્યો છે કે નહીં. એમ્પ્યાર કૉલ હોવાથી એમ્પ્યારના પ્રદર્શનનુ સારાંશમાં મદદ મળે છે. ઓરિજીનલ ઓન ફિલ્ડ નિર્ણય ખતમ કરવામાં આવે, જેનાથી કોઇ એમ્પાયર કૉલ નહીં થાય.
દિગ્ગજ શેન વોર્ને આ નિવેદન આઇપીએલ 2020માં મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાયેલી તે મેચ બાદ આવ્યુ, જેમાં મુંબઇના કીરન પોલાર્ડને એમ્પ્યાર કૉલના આધાર પર નૉટઆઉટ આપવામાં આવ્યો હતો.