આઇપીએલ 2021 કોરોના વાયરસની બીજી લહેરને કારણે મધ્યમાં બંધ કરી દેવામાં આવી હતી. આ લીગના સસ્પેન્શન પછી, વિદેશી ખેલાડીઓ ઘણા દિવસોથી દેશમાં અટવાયા હતા. આ ખેલાડીઓ મોટી મુશ્કેલીથી પરત તેમના દેશ મોકલવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે આઈપીએલ ફરી શરૂ થયા બાદ ઘણા ખેલાડીઓએ નામ પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે.


કેકેઆરને મોટો ફટકો


ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર પેટ કમિન્સ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં સપ્ટેમ્બરમાં શરૂ થનારી આઈપીએલ 2021 ની બાકીની મેચમાંથી પીછેહઠ કરી છે. કમિન્સ આઈપીએલની 14 મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમનો ભાગ છે. કમિન્સે કોલકાતા નાઈટ રાઇડર્સના ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને કહ્યું છે કે તે આઈપીએલ 2021 ના ​​બીજા લેગ માટે ઉપલબ્ધ રહેશે નહીં. કોલકાતાને પણ આ સિઝનમાં ટીમના કેપ્ટન એવા ઇઓન મોર્ગનની સેવાઓ મેળવવાની ખાતરી નથી.



પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને  આપેલા  એક ઇન્ટરવ્યુમાં કહ્યું   'પેટ કમિન્સે પોતે કહ્યું છે કે તે રમવા આવશે નહીં. પરંતુ મોર્ગન આવી શકે છે. જો કે, ટૂર્નામેન્ટ શરૂ થવા માટે હજી સમય બાકી છે અને હવેથી સપ્ટેમ્બર સુધીમાં ઘણા બધા ફેરફારો થઈ શકે છે. પરંતુ જો મને કેપ્ટન બનાવવા માટે કહેવામાં આવે તો હું તેના માટે તૈયાર છું.


ઇંગ્લેંડના ખેલાડીઓ માટે રમવાનું મુશ્કેલ


જોકે, આઈપીએલ 2021 ની બાકીની મેચોને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેના ખેલાડીઓ આઈપીએલ માટે  આંતરરાષ્ટ્રીય મેચો છોડશે નહીં. ઇસીબીના ક્રિકેટના નિર્દેશક એશ્લે ગિલ્સે ગયા મહિને કહ્યું હતું કે ઇંગ્લેન્ડનું સંપૂર્ણ સમયપત્રક ફૂલ છે. એવામાં તેમના ખેલાડીઓ આઈપીએલ 2021ની બાકી મેચોમાં ભાગ નહી લઈ શકે.  કોરોનાને કારણે સ્થગિત આઈપીએલની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યુએઈમાં યોજાશે.