ભારતી ક્રિકેય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ઇન્ડિયા અને ન્યીઝીલેન્ડની વચ્ચે 18થી 22 જૂનની વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. પરંતુ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનો એક ઓડિયો વાયરલ થવાને કારણે એ જાણવા મળ્યું છે કે સિરાજનું ફાઈનલ મેચમાં રમવાનું લગભગ નક્કી છે.


ઇન્ડિયન ક્રિકેટ ટીમ અંદાજે 100 દિવસના લાંબા પ્રવાસ માટે ગુરુવારે સાઉથમ્પટન પહોંચી છે. ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ પહેલા વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી પ્લેઇંગ 11 વિશે વાત કરી રહ્યા હતા. પરંતુ ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ લાઈવ થઈ ગઈ અને વાતચીતનો થોડો ભાગ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો.


વાતચીતનો જે ભાગ વાયરલ થયો છે તેમાં વિરાટ કોહલી ફાઈનલ માટે ટીમ ઇન્ડિયાની બોલિંગ વિશે વાત કરી રહ્યો છે. વિરાટ કોહલી કહે છે કે, “આપણે તેને રાઉન્ડની વિકેટ આપીશું. લેફ્ટ હેન્ડર્સ છે તેમની પાસે. લાલા સિરાજ શરૂઆથી જ તેમની લગાવી દેશે.”


ફાઈનલમાં સિરાજનું રમવાનું નક્કી


આ ઓડિયો વાયરલ થવાથી સ્પષ્ટ થાય છે કે ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજનું રમવાનું લગભગ નક્કી જ છે. મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડેબ્યૂ કર્યું હતું અને તે પોતાની પ્રતમ સીરીઝમાં જ ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ બોલર રહ્યો હતો.






આઈપીએલ સીઝન 14 સ્થગિત થયાવ સુધી મોહમ્મદ સિરાજ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદથી જ સિરાજની લાઈન અને લેન્થમાં સુધારો જોવા મળ્યો છે અને તે વિકેટ ટૂ વિકેટ બોલિંગ કરવા પર ફોકસ કરી રહ્યો છે.


સિરાજ ઉપરાંત જસપ્રીત બુમરાહનું ફાઈનલમાં રમવાનું લગભગ નક્કી છે. એવામાં મોહમ્મદ શમી અથવા ઈશાંત શર્મામાંથી કોઈ એકને પ્લેઇંગ 11 બહાર બેસવું પડી શકે છે.