વિક્ટોરિયા સરકારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બૉક્સિંગ ડે ટેસ્ટ ડેનાઇટ ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપી છે. સરકારે પ્રતિ દિવસ 30000 દર્શકોને મેચ જોવાની છુટ આપી છે.
બૉક્સિંગ ડે ટેસ્ટ 25 થી 30 ડિસેમ્બરની વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. પહેલા આમાં પ્રતિદિવસ 25 ટકા એટલે કે 25 હજાર દર્શકોના પ્રવેશની અનુમતિ હતી, હવે આને વધારીને 30 હજાર કરી દેવામાં આવી છે. છેલ્લા 40 દિવસમાં પ્રાંતમાં કોરોના સંક્રમણના કોઇ નવા કેસો સામે આવ્યા નથી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વીટ કર્યુ- અમને આનંદ છે કે આટલા બધા દર્શકો એમસીજી પર સ્વાગત કરશે. ખાસ કરીને જ્યારે વિક્ટોરિય માટે આ વર્ષ ખુબ પડકારરૂપ રહ્યું.