માત્ર 17 વર્ષની વયે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારા 35 વર્ષીય પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને ટી 20 માં રમ્યા હતા. પાર્થિવ ગુજરાત તરફથી 194 ફર્સ્ટ ક્લાસ મેચોમાં રમ્યા હતા. પાર્થિવ પટેલને 2002માં ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો ત્યારે તેણે ટેસ્ટમાં સૌથી યુવા વિકેટકીપર બનીને રેકોર્ડ બનાવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નિવેદનમાં કહ્યું કે, “પાર્થિવને બે દાયકાથી પણ વધુ સમય ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો અપાર અનુભવ છે. તે સિવાય તેને આઈપીએલ રમતનો પણ સારો અનુભવ છે.” મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે, ફ્રેન્ચાઈજી સાથે પાર્થિવના જોડાવાથી ખુશ છીએ. તેણે કહ્યું કે, “જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો ત્યારે અમને તેની ક્રિકેટની સમજને જાણવાનો મોકો મળ્યો હતો. અમારા ટેલેન્ટ સ્કાઉટ ક્રાયક્રમમાં તેમના યોગદાન પ્રત્યે આશ્વસ્ત છું.”
પાર્થિવે કહ્યું કે, મે મુંબઈ તરફથી રમવાનો સંપૂર્ણ આનંદ ઉઠાવ્યો. આ ચેમ્પિયન ટીમ સાથે ત્રણ વર્ષ વીતાવ્યા. આ મારી જીંદગીનો નવો અધ્યાય શરુ કરવાનો સમય છે. મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટથી મળેલી તકને લઈને ઉત્સાહિત, આશ્લસ્ત અને આભારી છું. પાર્થિવ 2015 અને 2017માં જ્યારે મુંબઈ આઈપીએલ ટ્રોફી જીત્યું હતું ત્યારે તેનો હિસ્સો હતો.