નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાની ઝપેટમાં હવે ક્રિકેટરો પણ આવવા લાગ્યા છે, આ મામલે પ્રથમ કિસ્સો ઓસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર કેન રિચર્ડસનના નામે નોંધાયો છે. કેન રિચર્ડસનને ખતરનાક કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે અને હાલ સારવાર હેઠળ છે.


કેન રિચર્ડસનને કોરોના પોઝિટીવ આવવાના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચોમાંથી તેને હટી જવુ પડ્યુ છે. ખાસ વાત છે કે કેન રિચર્ડસન આ વર્ષે આઇપીએલમાં કેપ્ટન કોહલીની ટીમ આરસીબીમાંથી રમવાનો હતો, જોકે, હવે તેનુ રમવુ શંકસ્પદ છે. હાલ તે હૉસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો છે.



ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેરને જોતા ભારતમાં મોટી મોટી ઇવેન્ટો રદ્દ થઇ રહી છે, ત્યારે કેટલાક લોકો આઇપીએલ 2020ને પણ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે.

કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારે આઇપીએલ પોતાના રાજ્યમાં યોજવા પર અસહમતી દર્શાવી છે. તો વળી બીજી તરફ બીસીસીઆઇ પણ આઇપીએલ રમાડવા પર વિચારણા કરી રહી છે.