નવી દિલ્હી: આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2020 આ વખતે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટી20 વર્લ્ડકપમાં ત્રણ ટીમોને પોતાની મનપસંદ ગણાવી છે. જે વર્લ્ડ કપ જીતી શકે છે. પાંચ અઠવાડિયા સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી રમાશે. પ્રથમ મેચ 24 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે 24 તારીખે જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પર્થ સ્ટેડિયમમાં મેચ રમાશે.
બ્રાયન લારાએ ઈએસપીએનક્રિકઈન્ફોને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને લાગે છે કે ભારત એક મજબૂત ટીમ છે. ઓસ્ટ્રેલિયા પોતાના ઘર આંગણે મજબૂત રહેશે. આ વર્લ્ડકપ આસાન રહેવાનો નથી.
તેમણે કહ્યું, “ઓસ્ટ્રેલિયા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝને લઈને ચિંતત હશે. વાસ્તવમાં વેસ્ટ ઈન્ડિઝ દરેક ટીમ માટે પડકાર રહશે. પોતાની અનિયમિતતા માટે. એવામાં આ એક શાનદાર વર્લ્ડકપ રહેશે.”
ઉલ્લેખનીય છે કે, વેસ્ટઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ છે. જે ટી20 વર્લ્ડ કપ બે વખત જીતી ચૂકી છે. જ્યારે ભારતને 2007માં આ ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી એક પણ વખત આ ખિતાબ જીતી શક્યું નથી.
સરકારે કહ્યું કે-IPL રમાડવી છે તો બંધ દરવાજા વચ્ચે દર્શકો વિના કરો આયોજન
IPL: 15 એપ્રિલ સુધી કોઈપણ વિદેશી ખેલાડી આઈપીએલમાં નહીં રમી શકે, કોરોના વાયરસને કારણે વીઝા રદ્દ
બ્રાયન લારાએ કહ્યું- આ ત્રણ ટીમો જીતી શકે છે T20 વર્લ્ડકપ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2020 10:58 PM (IST)
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટી20 વર્લ્ડકપમાં ત્રણ ટીમોને પોતાની મનપસંદ ગણાવી છે. જે વર્લ્ડ કપ જીતી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -