Annabel Sutherland Century AUSW vs ENGW Test : મહિલા એશિઝ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 473 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સુધરલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ 137 રન બનાવ્યા હતા. સુધરલેન્ડની આ ઈનિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.
એનાબેલ સુધરલેન્ડે અણનમ 137 રન બનાવ્યા હતા
ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સુધરલેન્ડ 8મા નંબર પર બેટિંગ કરવા આવી હતી. આ દરમિયાન તેણે 184 બોલનો સામનો કરીને અણનમ 137 રન બનાવ્યા હતા. એનાબેલ સધરલેન્ડે 16 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેના બેટથી ઘણા શાનદાર શોર્ટ્સ ફટકાર્યા હતા. સધરલેન્ડની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 473 રન સુધી પહોંચી શક્યો હતો. 3 નંબર પર બેટિંગ કરવા આવેલી એલિસ પેરીએ પણ શાનદાર ઇનિંગ રમી હતી. તે સદી ચૂકી ગઈ હતી. પેરીએ 153 બોલનો સામનો કરીને 99 રન બનાવ્યા હતા. તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તાહિલ મેકગ્રાએ 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 83 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા ફટકાર્યા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
મહત્વપૂર્ણ છે કે મેચના પહેલા દિવસે ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન બેથ મૂની અને ફોબી લિચફિલ્ડ ઓપનિંગ કરવા આવ્યા હતા. મૂનીએ 33 રન બનાવ્યા હતા. જ્યારે લિચફિલ્ડ 23 રન બનાવીને આઉટ થઈ હતી. જોનાસેન માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ગાર્ડનરે 40 રનની ઇનિંગ રમી હતી. તેણે 76 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતો. એલન કિંગ 21 રન અને કિમ ગાર્થ 22 રન બનાવીને આઉટ થયા હતા.
ઇંગ્લેન્ડ માટે સોફી એકલસ્ટને ઘાતક બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ લીધી હતી. સોફીએ 46.2 ઓવરમાં 129 રન આપીને 9 મેડન ઓવર નાખી હતી. લોરેન બેલે 20 ઓવરમાં 91 રન આપીને 2 વિકેટ લીધી હતી. લોરેન ફિલરે 22 ઓવરમાં 99 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર નાખી હતી. ક્રોસને પણ સફળતા મળી હતી. તેણે 29 ઓવરમાં 102 રન આપીને 3 મેડન ઓવર નાખી હતી.