India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, ગઇકાલે દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં પ્રથમ ટી20 મેચ રમાઇ, આ મેચમાં ભારતીય ટીમની સાત વિકેટથી હાર થઇ હતી. આફ્રિકન ટીમે સીરીઝમાં જીત સાથે જ 1-0ની લીડ બનાવી લીધી છે. જોકે આ બધાની વચ્ચે પ્રથમ ટી20માં એક ખાસ નજારો જોવા મળ્યો. ખરેખરમાં આ સીરીઝમાં ટીમ ઇન્ડિયા પોતાના તમામ સીનિયર ખેલાડીઓને આરામ આપી દીધો છે અને યુવા ખેલાડીઓને અજમાવી રહી છે, આ કડીમાં યુવા ફાસ્ટ બૉલરે પોતાની સ્પીડથી કેર વર્તાવતા સાઉથ આફ્રિકન બેટ્સમેનનુ બેટ તોડી નાંખ્યુ હતુ. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં 212ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમે શરૂઆતમાં સારી રમત બતાવી, જોકે મીડલ ઓવરોમાં આફ્રિકન બેટ્સમેનો ધીમા પડી ગયા હતો. આ દરમિયાન ભારતીય યુવા બૉલરો તરખાટ મચાવતી બૉલિંગ કરી રહ્યાં છે. આ સમયે ભારતીય યુવા ફાસ્ટ બૉલર આવેશ ખાને આફ્રિકન ઇનિંગની 14મી ઓવરમાં બૉલિંગ કરી. ઓવરનો પહેલો બૉલ વાઇડ પડ્યો હતો, ત્યાર આગળના ત્રણ બૉલ પર કોઇ રન ના આવ્યો. ત્રીજો બૉલ યોર્કર લેન્થ હતો, જેને ડ્રાઇવ કરવાની કોશિશમાં રુસી વાન ડેર ડૂસેનનુ (Rassie van der Dussen) બેટ તુટી ગયુ હતુ. બેટના બે ફાડ થઇ ગયા હતા. બસ અહીંથી તેને પોતાનુ બેટ બદલ્યુ અને રમત પણ બદલાઇ ગઇ અને બાદમાં ભારત મેચ હારી ગયુ હતુ
વાન ડેર ડૂસેને નવુ બેટ લીધા બાદ 26 બૉલમાં 22 રન ફટકારીને ટીમ ઇન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી હતી. તેને 46 બૉલમાં 75 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો...........
Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'
Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત
HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI
કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા