નવી દિલ્હીઃ ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજ (10 જૂન)થી નોટિંગહામમાં બીજી ટેસ્ટ મેચ રમાવાની છે અને આ મેચ પહેલા જ ન્યૂઝિલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન કોરોના પોઝિટિવ આવતા બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. વિલિયમ્સનને ગુરુવારે લક્ષણો હતા. આ પછી તેનો કોરોના માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તે ઓછામાં ઓછા પાંચ દિવસ માટે આઈસોલેશનમાં રહેશે. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે આ વાતની પુષ્ટિ કરી છે.
વિલિયમ્સનના સ્થાને ન્યૂઝીલેન્ડની ટીમમાં હેમિશ રધરફોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિલિયમ્સનની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડની ટીમનું નેતૃત્વ ટોમ લાથમ કરશે. 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કહ્યું, “આટલી મહત્વપૂર્ણ મેચ પહેલા કેન વિલિયમ્સનને બહાર કરવામાં આવે તે શરમજનક છે. આ ક્ષણે આપણે બધા તેના માટે ખરાબ અનુભવીએ છીએ અને જાણીએ છીએ કે તે કેટલો નિરાશ હશે. હેમિશ પ્રથમ પ્રવાસમાં ટેસ્ટ ટીમ સાથે હતો
અન્ય કિવી ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ છે
સારી વાત એ છે કે ન્યુઝીલેન્ડના બાકીના ખેલાડીઓનો રેપિડ એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમ છતાં, ટીમ કોરોના માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરશે અને જો કોઈ ખેલાડીમાં વધુ લક્ષણો જોવા મળે છે, તો તેનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલા ટીમના ત્રણ ખેલાડીઓ હેનરી નિકોલ્સ, બ્લેર ટિકનર અને શેન જર્જસન સસેક્સ સામેની વોર્મ-અપ મેચ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ પછી તેને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ટોમ લાથમે ઘરઆંગણે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી. વિલિયમ્સને લોર્ડ્સ ટેસ્ટમાં બંને ઇનિંગમાં 17 રન બનાવ્યા હતા. આ સાથે જ તે ચેમ્સફોર્ડમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં પણ શૂન્ય રને આઉટ થયો હતો.
WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી
KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો
ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ