નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી20 મેચ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની પાંચેય ટી20 મેચમાં ટીમ ઇન્ડિયામાં યુવા ખેલાડીઓને મોકો મળી શકે છે. રિપોર્ટ છે કે આજની પ્રથમ ટી20માં કોહલી ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને મોકો આપી શકે છે.
રિપોર્ટ છે કે, આજની પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયમાં કેપ્ટન કોહલી ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલનો મોકો આપી શકે છે. જો અક્ષરને મોકો મળશે તો અક્ષર ટી20માં ઇંગ્લિશ બેટ્સમેનો પર ભારે પડી શકે છે. અક્ષરે ટેસ્ટ સીરીઝમાં તરખાટ મચાવતા ઇંગ્લિશ બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા, અને સીરીઝમાં સૌથી વધુ વિકેટો પણ ઝડપી હતી.
વિરાટ કોહલીને આશા છે કે, જો અક્ષર ટી20માં ઇંગ્લેન્ડ સામે રમે છે તો બૉલિંગમાં કમાલ કરી શકે છે. અક્ષરે છેલ્લી ટી20 વર્ષ 2018માં રમી હતી, જો સ્થાન મળે છે તો બે વર્ષ બાદ ટી20 ટીમમાં વાપસી થશે. 27 વર્ષીય અક્ષરે અત્યાર સુધી 11 ઇન્ટરનેશનલ ટી20 મેચો રમી ચૂક્યો છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ભારતીય ટીમ- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર/સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ/નવદીપ સૈની/ટીનટરાજન.