પ્રથમ ટી20માં ધવનને પડતો મુકીને કયા વિસ્ફોટક બેટ્સમેનને રોહિત સાથે ઉતારાશે ઓપનિંગમાં, જાણો કેમ

કેએલ રાહુલનો ટી20 ઓપનિંગમાં રેકોર્ડ સારો છે અને હાલ ફૂલ ફોર્મમાં પણ છે, જેથી રોહિત સાથે ઓપનિંગ કરાવવાની પુરેપુરી સંભાવના છે. જ્યારે શિખર ધવન છેલ્લા કેટલાક સમયથી ટી20 ફોર્મેટમાં ઓપનિંગમાં મોટો સ્કૉર બનાવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. 

Continues below advertisement

નવી દિલ્હીઃ ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમ આજથી ઇંગ્લિશ ટીમ સામે ટી20 સીરીઝ રમવા મેદાનમાં ઉતરશે. પાંચ ટી20 સીરીઝની આજે પ્રથમ મેચ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે પાંચ મેચોની ટી20 સીરીઝની તમામ મેચો અમદવામાં રમવવાની છે. જાણો આજની મેચમાં કયા કયા ખેલાડીઓને મળી શકે સ્થાન...

Continues below advertisement

ઓપનિંગ જોડી.....
રિપોર્ટ છે કે, આજની પ્રથમ ટી20માં સ્ટાર ઓપનર શિખર ધવનને પડતો મુકવામા આવી શકે છે. રોહિત શર્માની સાથે આજની મેચમાં વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતરી શકે છે. કારણ કે કેએલ રાહુલનો ટી20 ઓપનિંગમાં રેકોર્ડ સારો છે અને હાલ ફૂલ ફોર્મમાં પણ છે, જેથી રોહિત સાથે ઓપનિંગ કરાવવાની પુરેપુરી સંભાવના છે. જ્યારે શિખર ધવન છેલ્લા કેટલાક સમયથી ટી20 ફોર્મેટમાં ઓપનિંગમાં મોટો સ્કૉર બનાવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ભારતીય ટીમ- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર/સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ/નવદીપ સૈની/ટીનટરાજન.

Continues below advertisement
Sponsored Links by Taboola