રાજસ્થાન રૉયલ્સે આ સિઝનાં રમેલી 14માંથી 8 મેચોમાં હાર મળી છે, જ્યારે 6 મેચો જ જીતી શકી છે. રાજસ્થાન રૉયલ્સની ટીમને પૉઇન્ટ ટેબલમાં આ વર્ષ છેલ્લી પૉઝિશન પર રહીને જ સંતોષ કરવો પડશે. રાજસ્થાન આઇપીએલની પહેલી એવી ટીમ છે જે વિજેતા બન્યા બાદ પણ પૉઇન્ટ ટેબલમાં છેલ્લી પૉઝિશન પર રહેશે.
રાજસ્થાન રૉયલ્સે 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સિઝન પોતાના નામે કરી લીધી હતી. આ પહેલો મોકો છે જ્યારે રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબર પર રહેશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લી પૉઝિશન રહેવાના મામલે દિલ્હીની ટીમનો રેકોર્ડ એકદમ ખરાબ છે. દિલ્હી ચાર વાર પૉઇન્ટ ટેબલ પર છેલ્લા નંબરની ટીમ તરીકે રહી ચૂકી છે. કિંગ્સ ઇલેવન પંજાબ ત્રણ વાર અને આરસીબી બે વાર પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરની પૉઝિશન પર રહી ચૂકી છે.