CSK vs KXIP: આઈપીએલ 2020ના 53માં મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 9 વિકેટથી હાર આપી. આ હાર સાથે પંજાબ પ્લે ઓફની રેસમાંથી બહાર થયું છે. ચેન્નઈ સામે હાર બાદ પંજાબના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું દિલ્હી કેપિટલ્સ સામે 20 સપ્ટેમ્બરે શોર્ટ રનનો નિર્ણય તેમની ટીમને ભારે પડ્યો છે.


ચેન્નઈ સામેની મેચ બાદ રાહુલે કહ્યું આ ટૂર્નામેન્ટ નિરાશાજનક રહી. ઘણી મેચમાં સારી સ્થિતિમાં હોવા છતા અમે પરિણામને અમારા પક્ષમાં ન કરી શક્યા. જેના માટે અમે પોતે જવાબદાર છીએ. એ શોર્ટ રન દિલ્હી સામે અમને ભારે પડ્યો છે.

દિલ્હી સામે એ મેચમાં સુપર ઓવરમાં જતા પહેલા ટીવી ફુટેજથી ખબર પડી કે સ્ક્વેયર લેગ અંપાયર નિતિન મેનને 19મી ઓવરની ત્રીજા બોલે ક્રિસ જોર્ડનને શોર્ટ રન માટે ટોક્યો હતો. ટીવી રિપ્લેથી નક્કી હતું કે જોર્ડનનું બેટ ક્રિજ અંદર હતું જ્યારે તેણે પ્રથમ રન લીધો.

મેનનના મુજબ જોર્ડન ક્રીજ સુધી નથી પહોંચ્યો, જેથી પંજાબના સ્કોરમાં એક રન ઉમેરવામાં આવ્યો. અંતિમ ઓવરમાં પંજાબને 13 રનની જરૂર હતી અને પંજાબની ટીમ એક રન પાછળ રહી ગયી. મેચ સુપર ઓવરમાં પહોંચી જેમાં દિલ્હીની જીત થઈ હતી.