મુશફિકુર રહીમની આઇપીએલમાં બેઝ પ્રાઇસ 75 લાખની છે, પરંતુ 2008થી રજિસ્ટ્રેશન કરાવતો હોવા છતાં કોઇ ફ્રેન્ચાઇઝી તેને ખરીદવામાં રસ નથી દાખવી રહી. આગામી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓક્શન થવાનુ છે, પરંતુ મુશફિકુર રહીમે આ માટે પોતાનુ રજિસ્ટ્રેશન જ ના કરાવતા તર્ક વિતર્ક ઉભા થયા છે. NIBCO રિપોર્ટ પ્રમાણે, હવે મુશફિકુર રહીમ આઇપીએલ ટૂર્નામેન્ટ છોડી દેવા માગે છે.
(પ્રતિકાત્મક તસવીર)
ટી20માં આંતરરાષ્ટ્રીય રેકોર્ડ છે દમદાર.....
મુશફિકુર રહીમનો આંતરરાષ્ટ્રીય ટી20માં દમદાર રેકોર્ડ છે, તેને 86 ટી20 મેચો રમી છે, જેમાં 120ની સ્ટ્રાઇક રેટથી તેને 1282 રન બનાવ્યા છે. જે કોઇપણ ખેલાડી માટે સારુ પરફોર્મન્સ કહી શકાય. 33 વર્ષીય મુશફિકુર રહીમે ટી20માં 2006માં ડેબ્યૂ કર્યુ હતુ.