Bangladesh Premier League: બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan)ને હંમેશા મેદાન પર ગુસ્સે થતો જોવામાં આવી છે, ક્યારેક તે ખેલાડીઓ પર ગુસ્સે થઇ જાય છે, તો ક્યારેક વિપક્ષી ટીમ કે પછી એમ્પાયર સાથે ઝઘડે છે. હવે આવો વધુ એક ડ્રામા સામે આવ્યા છે, તાજેતરમાં જ ચાલી રહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં શાકિબ અલ હસનનો એમ્પાયર સાથેનો ઝઘડાનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ ઝઘડાના કારણે મેચ ત્રણ મિનીટ બંધ રહી હતી. 


આ ખરેખરમાં રંગપુર રાઇડર્સ અને ફૉર્ચ્યૂન બારીશાલની મેચ દરમિયાન જોવા મળ્યુ હતુ, શાકિબ અલ હસન બારીશાલની ટીમનો કેપ્ટન છે. આ મેચમાં રંગપુરે પહેલા બેટિંગ કરતાં 158 રન બનાવ્યા હતા, અહીં જ્યારે બારીશાલની ટીમ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરી તો બૉલ ફેંકાય તે પહેલા સ્ટ્રાઇક કોણ લેશે, તેને લઇને એમ્પાયર અને શાકિબ અલ હસન વચ્ચે બોલાબાલી થઇ હતી. 


ખરેખરમાં બીજી ઇનિંગ દરમિયાન ચતુરંગા ડિસિલ્વા સ્ટ્રાઇલ લઇ રહ્યો હતો, તે સમયે શાકિબ અલ હસને બાઉન્ડ્રી લાઇન પર ઉભા રહીને અનામુલ હકને સ્ટ્રાઇક લેવા કહ્યું. તે શરૂઆતમાં તો બાઉન્ડ્રી પર ઉભો રહીને ઇશારા કરી રહ્યો હતો, પરંતુ જ્યારે વાત ના બની તો તે મેદાનમાં ઘૂસી આવ્યો, અહીં એમ્પાયરે તેને નિયમ સમજાવ્યા અને સ્પષ્ટ કર્યુ કે ડિસિલ્વા જ સ્ટ્રાઇક લેશે. આ દરમિયાન રંગપુર રાઇડર્સના ખેલાડીઓએ પણ શાકિબ અલ હસનના આ વર્તનની એમ્પાયરને ફરિયાદ કરી. આ આખી ઘટના દરમિયાન લગભગ 3 મિનીટ સુધી મેચ અટકી રહી હતી.