U19 Indian Cricket Team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 વર્લ્ડ કપ 2024 અને દક્ષિણ આફ્રિકામાં રમાનારી ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિકોણીય શ્રેણી 29 ડિસેમ્બરથી રમાશે, જ્યારે ફાઈનલ 10 જાન્યુઆરી 2024ના રોજ રમાશે. ટીમમાં સ્ટેન્ડબાય તરીકે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ઉદય સહારણ ટીમની કમાન સંભાળશે.


 







અંડર-19 વર્લ્ડ કપ અને ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમ


ઉદય સહારણ (કેપ્ટન), અર્શિન, આદર્શ સિંહ, રુદ્ર પટેલ, સચિન દાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર, અવનીશ રાવ, સૌમી પાંડે, મુરુગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગૌડા, રાજ લિંબાણી, નમન તિવારી, આરાધ્યા શુક્લા.


BCCIની જુનિયર સિલેક્શન કમિટીએ આ ટીમની જાહેરાત કરી છે. બીસીસીઆઈની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ત્રિકોણીય શ્રેણી બાદ અંડર-19 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશે. વર્લ્ડ કપ 19 જાન્યુઆરી 2024થી શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે.


ટુર્નામેન્ટની કુલ 16 ટીમોને A, B, C અને D એમ ત્રણ ગ્રૂપમાં રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં યુએસએ, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની સાથે હાજર છે. બાંગ્લાદેશ સામે રમ્યા બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની બીજી મેચ 25 જાન્યુઆરીએ આયરલેન્ડ સામે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ યુએસએ સામે રમશે.


ટ્રાઇ સિરીઝ અને અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ



ઉદય સહારણ (કેપ્ટન), અર્શિન, આદર્શ સિંહ, રુદ્ર પટેલ, સચિન દાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર, અવનીશ રાવ, સૌમી પાંડે, મુરુગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગૌડા, રાજ લિંબાણી, નમન તિવારી, આરાધ્યા શુક્લા.


ત્રિકોણીય શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટેન્ડબાય


પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન. 


ચાર બેકઅપ ખેલાડીઓ સામેલ છે


તમને જણાવી દઈએ કે 15 સભ્યોની ટીમ અને ત્રણ પ્રવાસી સ્ટેન્ડબાય સિવાય, BCCIએ ચાર બેકઅપ ખેલાડીઓને પણ સામેલ કર્યા છે, જેમાં મહારાષ્ટ્રના દિગ્વિજય પાટીલ, હરિયાણાના જયંત ગોયત, તમિલનાડુના પી વિગ્નેશ અને મહારાષ્ટ્રના કિરણ ચોરમાલેનો સમાવેશ થાય છે.


ઉદય સહારન એશિયા કપમાં પણ ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે


ઉલ્લેખનીય છે કે ટ્રાઈ સિરીઝ અને અંડર-19 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમનો કેપ્ટન ઉદય સહારણ હાલમાં દુબઈમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં ભારતની કેપ્ટનશિપ કરી રહ્યો છે. સહારણની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં ગ્રુપ સ્ટેજની 3માંથી 2 મેચ જીતી છે.