Indian Premier League 2023 Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે મિની ઓક્શન 23 ડિસેમ્બરે યોજાશે. બીસીસીઆઇએ ખેલાડીઓના નામ રજિસ્ટર કરવા માટે 15 ડિસેમ્બર અંતિમ તારીખ નક્કી કરી છે. જોકે, આ મેગા ઓક્શન નહીં હોય, કેમ કે કેટલીય ફ્રેન્ચાઇઝી બજેટની સમસ્યાનો સામનો કરી રહી છે. મિની ઓક્શનમાં સેમ કરન, બેન સ્ટૉક્સ, અને કેમરૂન ગ્રીન આકર્ષણનુ કેન્દ્ર રહેશે. આ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે કેટલીય ફ્રેન્ચાઇઝીઓ જોર લગાવશે. આ ઓક્શનમાં કેટલાય ખેલાડીઓ નજરમાં રહેશે.


જૉ રૂટે અને બેન સ્ટૉક્સે નોંધાવ્યુ નામ  - 
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ અને હાલના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટૉક્સે આઇપીએલ 2023ના ઓક્શન માટે પોતાનુ નામ નોંધાવ્યુ છે, રૂટને આશા છે કે આ વખતે તેને આઇપીએલમાં રમવાનો મોકો મળશે. વળી, ગઇ સિઝનમાં થયેલા મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રૉયલ્સે બેન સ્ટૉક્સને રિલીઝ કરી દીધો હતો. પરંતુ સ્ટૉક્સને ગયા વર્ષે ઓક્શન માટે પોતાનું નામ રજિસ્ટર ન હતુ કરાવ્યુ, હાલના સમયમાં તે શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં જ તેને ઇંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 


15 ડિસેમ્બરે ડેડલાઇન - 
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે ખેલાડીઓના નામ ઓક્શનમાં સામેલ કરવા માટે 15 ડિસેમ્બર ડેડલાઇન રાખી છે. બીસીસીઆઇના એક અધિકારી અનુસાર, 15 ડિસેમ્બરે ખેલાડીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે, જ્યારે 23 ડિસેમ્બરે મિની ઓક્શન થશે. જોકે, બીસીસીઆઇ હરાજીની તારીખને આગળ વધારી શકે છે.