India vs New Zealand 1st ODI Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ ટી20 સીરીઝમાં 1-0થી જીતી ચૂકી છે અને હવે શિખર ધવનની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વનડે સીરીઝ પણ જીતવા માટે તૈયાર છે. અત્યારે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસ (India Tour of New Zealand) છે.


ભારતીય ટીમ આવતીકાલથી ઓકલેન્ડ ઇડન પાર્કમાં પ્રથમ વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ વખતે રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન અનુભવી ખેલાડી શિખર ધવન સંભાળી રહ્યો છે. આ પહેલી ટી20 સીરીઝની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાએ કરી હતી.


વૉશિંગટન સુંદર અને સંજૂ સેમસન વચ્ચે ફસાયો પેચ
પહેલી વનડે મેચમાં શિખર ધવન માટે પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવી મોટી મુશ્કેલી બની ગઇ છે. વૉશિંગટન સુંદર અને સંજૂ સેમસનમાંથી કોઇ એકને મોકો મળી શકે છે. કારણ કે ટીમની પાસે શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર છે, જે બેટિંગ કરી શકે છે, આ ઉપરાંત અર્શદીપ સિંહની સાથે સાથે ઉમેરાન મલિકને મોકો મળી શકે છે, સ્પીનર તરીકે યુજવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે. 


પહેલી વનડે માટે સંભવિત ભારતીય ટીમ 
શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (ઉપકેપ્ટન અને વિકેટકીપર), વૉશિંગટન સુંદર/સંજૂ સેમસન, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ. 






ન્યૂઝીલેન્ડ પ્રવાસ - ભારતીય ટીમની વનડેમાં ફૂલ સ્ક્વૉડ 
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (ઉપકેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગીલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.